સર્વેલન્સ કેવી રીતે?:ગાંધીનગરના સેક્ટર 15ના પરીક્ષા કેન્દ્ર પર CCTV નહીં, 56 પરીક્ષા કેન્દ્રો પર 17280 ઉમેદવારો PSIની પરીક્ષા આપશે

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગના કેન્દ્રો પર 300 વિદ્યાર્થીઓ PSIની પરીક્ષા આપશે

ગુજરાત પોલીસની PSIની પરીક્ષા આવતીકાલે છઠ્ઠી માર્ચના રોજ રાજ્યના 312 કેન્દ્રો પર યોજાશે. જેમાં રાજ્યમાં 92 હજાર ઉમેદવારો PSIની પરીક્ષા આપશે. જે અન્વયે ગાંધીનગરની 56 શાળા-કોલેજોનાં કુલ 576 બ્લોકમાં 17 હજાર 280 ઉમેદવારો PSIની પરીક્ષા આપવાના છે. ત્યારે ગાંધીનગરના સેકટર-15માં આવેલા કેન્દ્રો પર સીસીટીવીની સુવિધા ઉપલબ્ધ ન હોવાનું પણ સામે આવ્યું છે.

રાજ્યમાં લાખો યુવાનો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. તે ગુજરાત પોલીસની પોલીસ સબ ઇન્સપેક્ટરની પરીક્ષા આવતીકાલે 6 માર્ચના રોજ યોજાશે. રાજ્યના 312 કેન્દ્રો પર કુલ 92 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. PSIની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે PSI ભરતી બોર્ડ દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના જે 312 પરીક્ષા કેન્દ્રો છે ત્યાં મોબાઇલ નેટવર્કના ઝામર લગાડવામાં આવશે.

ગુજરાતના ઈતિહાસમાં પરીક્ષામાં પહેલીવાર કોઈ પરિક્ષામાં ઝામરનો ઉપયોગ થશે. આજે પીએસઆઈ ભરતી બોર્ડના વડા આઈપીએસ વિકાસ સહાયે એક પત્રકાર પરિષદ સંબોધી કહ્યું હતું કે, રાજ્યભરમાંથી 2.5 લાખ પુરૂષ અને મહિલા ઉમેદવારો શારીરિક કસોટીમાં હાજર રહ્યા હતા. આ પુરૂષ અને મહિલા ઉમેદવારોમાંથી 96 હજાર 200 ઉમેદવારો શારીરિક કસોટીમાં ઉતિર્ણ થયા હતા. આ ઉમેદવારોના કોલ લેટર ઓજસ પર ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

PSIની પરીક્ષામાં અમદાવાદ અને ગાંધીનગરના કુલ 312 કેન્દ્રો પર કાલે પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના પેપર સમયસર પહોંચે તે માટે કુલ 77 રૂટની રચના કરવામાં આવી છે. આ 77 રૂટ પર અલગ અલગ વાહનોમાં જેમાં જીપીએસ લગાડેલા છે તેમાં પેપર પહોંચશે. આ પરીક્ષાના પેપરો લઈ જતા વાહનો માટે અલગ કંટ્રોલ રૂમની રચના કરવામાં આવી છે.

આ વખતે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર PSIની કે કોઈ પણ પરીક્ષામાં ઝામર લગાડવામાં આવ્યા છે, PSIની પરીક્ષા દરમિયાન મોબાઇલ કનેક્ટિવિટી કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી નહીં મળે. મોબાઇલ નેટવર્ક જામ રહેશે. જે અન્વયે ગાંધીનગરમાં 56 કેન્દ્રો પરથી 17 હજાર 280 ઉમેદવારો પરીક્ષા આપશે. જે માટે ગાંધીનગરની શાળા અને કોલેજોની પસંદગી કરાઈ છે.

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં આવતીકાલે 56 શાળા કોલેજોમાં પરીક્ષા યોજાશે. દરેક શાળા કોલેજમાં દસ દસ બ્લોકમાં ત્રણસો ત્રણસોની સંખ્યામાં ઉમેદવારો PSIની પરીક્ષા આપશે. જ્યારે સેકટર-15ની ગવર્મેન્ટ કોમર્સ કોલેજમાં 20 બ્લોકમાં 600 વિધાર્થીઓ અને સાયન્સ કોલેજમાં 15 બ્લોકમાં 450 વિધાર્થીઓ અને સેકટર-28ની ગવર્મેન્ટ એન્જિનિયર કોલેજમાં 11 બ્લોકમાં 330 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. મોટા ભાગની શાળા કોલેજો સીસીટીવી કેમેરાથી સજ્જ છે. જ્યારે સેકટર - 15નાં કેન્દ્રો પર સીસીટીવી કેમેરા નહીં હોવાથી વિશેષ તકેદારી રાખવામાં આવશે. આ પરીક્ષા દરમિયાન મોબાઇલ નેટવર્ક જામ રહે તે માટે ઝામર પણ લગાવી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...