સરકારી બંગલા:નીતિન પટેલ, સૌરભ પટેલ અને પ્રદિપસિંહે બંગલા ખાલી કરી દીધા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપાણીના બાકીના મંત્રીઓ હવે ખાલી કરશે

રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા નીતિન પટેલ અને પૂર્વ મંત્રીઓ સૌરભ પટેલ તથા પ્રદીપસિંહ જાડેજાએ તેમને ગાંધીનગરમાં ફાળવાયેલા સરકારી બંગલા ખાલી કરી દીધા છે. અન્ય મંત્રીઓ ઉત્તરાયણ પછી અઠવાડિયામાં સરકારી બંગલા ખાલી કરશે. આથી હવે આ ખાલી બંગલા ભૂપેન્દ્ર પટેલ સરકારના પૂર્વ મંત્રીઓને ફાળવવામાં આવશે જેથી તેઓ હાલમાં રાખેલો મંત્રી બંગલાનો કબજો છોડી શકે અને ચાલુ મંત્રીઓને સત્તાવાર ફાળવાયેલો બંગલો મળી શકે.

હોદ્દો કે પદ રહે કે ન રહે પણ ગાંધીનગરમાં રહેવા માટે આલીશાન સરકારી બંગલો મળવો જોઇએ તેવી માનસિકતા રાજકીય નેતાઓમાં જોવા મળી રહી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પ્રથમવાર સત્તા સંભાળી ત્યારે મંત્રીપદ ગુમાવનાર રૂપાણી સરકારના પૂર્વ મંત્રીઓને તેમના દરજ્જાને જાળવી રાખવા માટે ગાંધીનગરના સેક્ટર-19 અને 20માં ક કક્ષાના સરકારી બંગલા ફાળવવામાં આવ્યા હતા. વિજય રૂપાણીને પણ પૂર્વ મુખ્યમંત્રી તરીકે સરકારની નીતિ મુજબ સેક્ટર-19માં બંગલો ફાળવવામાં આવ્યો છે. રૂપાણી સરકારના અન્ય પૂર્વ મંત્રીઓએ પણ એકાદ અઠવાડિયામાં બંગલા ખાલી કરી આપશે તેમ માર્ગ અને મકાન વિભાગને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...