ખેસ ધારણ કર્યો:કોંગ્રેસના નીતિન પટેલ ભાજપમાં અને ભાજપ નેતા કોંગ્રેસમાં જોડાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણી પહેલા વડોદરામાંંથી વિધાનસભાની ચૂંટણી લડનાર ભાજપના બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે, જ્યારે કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી જીતનાર નીતિન પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. વડોદરા ભાજપને મોટો ઝટકો આપ્યો હોવાનું જણાવતા કોંગ્રેસે કહ્યું હતું કે, ભાજપના ડભોઇના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે પ્રદેશ પ્રમુખના હાથે ખેસ પહેરીને કોંગ્રેસમાં જોડાયા હતા.

કોંગ્રેસમાં જોડાયા પછી બાલકૃષ્ણ પટેલે કહ્યું હતું કે, ભાજપના સંગઠનમાં મે લાંબો સમય કામ કર્યુ છે. વર્ષ 2009થી 2014 સુધી જિલ્લા પ્રમુખ રહીને અને 2012થી 2017 સુધી ધારાસભ્ય તરીકે ખૂબ સારી કામગીરી કરી હોવા છતાં મારી અવગણના કરાઇ રહીં છે. બીજી તરફ 2017માં નારણપુરા વિધાનસભા બેઠકના ઉમેદવાર નીતિન પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. તેમણે પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...