સરકારનો નિર્ણય:રાજ્યની નવ નગરપાલિકાઓમાં ગંદા પાણીના શુધ્ધિકરણ માટે આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • સાવરકુંડલા-ગઢડા-કઠલાલ-મહુધા-બાયડ-પાટડી-સોજીત્રા-સિધ્ધપુર અને વલ્લભ વિદ્યાનગરનો સમાવેશ.
  • રાજ્યની તમામ 156 નગરપાલિકાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થવાનો લક્ષ્યાંક ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.

રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની આ નવ નગરપાલિકાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

156 નગરપાલિકાઓમાં લક્ષ્યાંક પૂર્ણ કરાશે
સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપનાના કારણે ટુંક સમયમાં જ રાજ્યની તમામ 156 નગરપાલિકાઓમાં STP પ્લાન્ટ કાર્યરત કરવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક પૂર્ણ થશે.

મુખ્યમંત્રીએ લાંબાગાળાની માંગણીઓને મંજુરી આપી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગરપાલિકાઓની લાંબાગાળાની માંગણીનો પ્રતિસાદ આ સૈદ્ધાંતિક મંજૂરીથી આપ્યો છે. રાજ્યના શહેરો-નગરો સમયાનુકૂળ તમામ સુવિધાયુક્ત બને તે માટેના આયોજનબદ્ધ પ્રયાસો રાજ્ય સરકારે હાથ ધર્યા છે. તે અંતર્ગત તમામ નગરો S.T.P.-W.T.P. યુક્ત બને તેમજ વપરાયેલા ગંદા પાણી રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો પણ ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

કુલ 183 કામો 156 નગરપાલિકાઓ માટે મંજૂર કરાયા
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યના તમામ શહેરોમાં પીવાના પાણી તથા ભુગર્ભ ગટરની સુવિધા પૂરી પાડવા માટેના કામો હાથ ધરવામાં આવ્યા છે. તદઅનુસાર ભુગર્ભ ગટર યોજનાના કુલ 183 કામો 156 નગરપાલિકાઓ માટે મંજૂર કરવામાં આવ્યા છે અને 144 નગરપાલિકાઓમાં આવા કામો પૂર્ણ થઈ ગયા છે.મુખ્યમંત્રીએ હવે મંજૂર કરેલ આ નવ નગરપાલિકાઓના S.T.Pના કામો પૂર્ણ થવાથી આ નગરોના લાખોની સંખ્યામાં શહેરીજનોને લાભ મળશે અને શહેરીજીવન સુખાકારીમાં વૃધ્ધિ થશે.

અન્ય સમાચારો પણ છે...