વિધાનસભા ચૂંટણી:ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં આજે નવ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર આજે તા. 15મીના રોજ કુલ- 54 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે. જેમાંથી કુલ નવ ઉમેદવારી પત્રો ભરીને પરત આવ્યાં છે. આગામી તા. 5મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન યોજાનાર છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો અને ભરીને પરત આપવાનો પાંચમો દિવસ હતો.

આજે 9 નવ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જ્યારે 54 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. જે પૈકી દહેગામમાંથી 9, ગાંધીનગર(દ)માંથી 7, ગાંધીનગર(ઉ)માંથી 15, માણસામાંથી 14 અને કલોલમાંથી 9 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. ગાંધીનગર જિલ્લાની દહેગામની બેઠક માટે બે, ગાંધીનગર(દ)ની બેઠક માટે એક, ગાંધીનગર(ઉ)ની બેઠક માટે બે, માણસાની બેઠક માટે બે અને કલોલની બેઠક માટે બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજના દિવસમાં કુલ- 9 ઉમેદવારી પત્રો ભરીને પરત આવ્યાં છે. ત્યારે ગરવી ગુજરાત પાર્ટીના ઉમેદવાર ધર્મેશ ઠાકોરે તેમજ અમિતભારતી મહેન્દ્રભારતી ગોસ્વામી તેમજ દહેગામથી આમ આદમી પાર્ટીના સુહાગ પંચાલે ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ગોસ્વામી સમાજના ગાંધીનગરમાં 1500 પરિવારો વસવાટ કરે છે. જેની આડકતરી રીતે ભાજપ કોંગ્રેસની વોટ બેંક પર અસર થાય તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...