મુખ્યમંત્રી રૂપાણીનો નિર્ણય:રાજ્યનાં 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો, આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
કર્ફ્યૂ દરમિયાન કઈ સેવાઓ ચાલુ રહેશે અને કઈ સેવાઓ બંધ રહેશે. - Divya Bhaskar
કર્ફ્યૂ દરમિયાન કઈ સેવાઓ ચાલુ રહેશે અને કઈ સેવાઓ બંધ રહેશે.
  • કર્ફ્યૂમાં સરકારે એક કલાકની રાહત આપી

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં 36 શહેરમાં એક કલાકની રાહત આપીને કર્ફ્યૂનો સમય રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલી કરવાની જાહેરાત કરી છે.

એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો
ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થતાં કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી, કર્ફ્યૂનો સમય જે રાત્રિના 8થી સવારના 6 સુધીનો છે, એને 18 મે સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે આ મુદત પૂર્ણ થતી હોવાથી મુખ્યમંત્રી રૂપાણીએ આજે રાજ્યનાં 36 શહેરમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે.

ગામડાંમાં કોરોનાથી સંક્રમણ ઓછું થયું
ગુજરાતનાં શહેરોમાં તો સ્થિતિ સુધરી રહી છે, પરંતુ ગામડાંમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં લેવા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને સારવારની વ્યવસ્થા મજબૂત બનાવી ગુજરાતમાં વધુ ને વધુ વેક્સિનેશન થાય એ માટેના પ્રયત્નો કરીને રાજ્યમાં કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવા સરકાર સક્રિય બની છે. ત્યારે હવે છેલ્લા બે-ત્રણ દિવસથી ગામડાંમાં પણ સ્થિતિમાં સુધારો આવ્યો છે. ગામડાંમાં કોરોનાના કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

ધીમે ધીમે ગામડાં હવે કોરોનામુક્ત થઈ રહ્યાં છે.
ધીમે ધીમે ગામડાં હવે કોરોનામુક્ત થઈ રહ્યાં છે.

હાલમાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં
ગુજરાતમાં 6 મેથી વધુ 7 શહેર સાથે કુલ 36 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો હતો. રાજ્યભરમાં લૉકડાઉન લાગુ કરવામાં આવશે, એવી અટકળોનો છેદ ઉડાડતાં મંગળવારે સાંજે મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળેલી કૉર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોના સંક્રમણ ફેલાતા રોકવા માટે રાત્રિ કર્ફ્યૂ ધરાવતાં શહેરોમાં 7 શહેરનો ઉમેરાયો થયો છે. આ અગાઉ 8 મહાનગર સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો. રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિયંત્રણો દરમિયાન આવશ્યક સેવાઓ, જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્કપાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રાખવાનો આદેશ અપાયો હતો.

લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઈ.
લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઈ.

સવારે 9થી બપોરે 3 સુધી લારી-ગલ્લા-વેપારીઓને છૂટ
કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વધી જતાં સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં હવે કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી છે. 36 શહેરમાં શુક્રવારથી રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ છે, જેને કારણે વેપારીઓને રાહત થઇ છે. જોકે આ તમામ શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. આ આદેશ 21થી 28મી મે સુધી અમલી રહેશે.

ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ કામ કરી શકશે
સરકારે લીધેલા નિર્ણય મુજબ તમામ દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટીપાર્લર અને તમામ વેપાર સવારે 9થી બપોરના 3 સુધી ચાલુ રહી શકશે. જ્યારે બાગ-બગીચા, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહો, જિમ, સ્પા, સ્વિમિંગ પૂલ, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રખાયો છે. લગ્ન માટે 50 વ્યક્તિ અને અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા યથાવત રખાઇ છે. સરકારી, અર્ધસરકારી, ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલુ રહી શકશે. પબ્લિક બસસેવા 50 ટકા મુસાફર ક્ષમતા સાથે ચાલશે. હોટલ-રેસ્ટોરાં સવારે 9થી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહી શકશે, પણ માત્ર ટેકઅવે અને હોમડિલિવરીની સુવિધા આપી શકશે.

આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઈપણ નિયંત્રણ વગર ચાલુ રહેશે

  • COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે.
  • મેડિકલ, પેરામેડિકલ તથા એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
  • ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
  • ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા એની હોમડિલિવરી સેવા.
  • શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ્સ માર્કેટ ચાલુ રહેશે.
  • કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને એ વેચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ..
  • અનાજ તથા મસાલા દળવાની ઘંટી.
  • ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હોટલ / રેસ્ટોરાંમાંથી Take away facility આપતી સેવાઓ.
  • ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
  • પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુશન.
  • પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરિંગ સેવાઓ.
  • પોસ્ટ અને કુરિયર સર્વિસ.
  • ખાનગી સિક્યોરિટી સેવા
  • પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
  • કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનાં ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.
  • આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા એને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
  • તમામ પ્રકારનાં ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. એ દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાંનો પુરવઠો સતત જળવાઇ રહે એ અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
  • તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્‍સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • સંબંધિત પોલીસ કમિશનરશ્રીઓ/જિલ્લા મેજિસ્ટ્રેટોએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C.તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે

આ બંધ રહેશે

  • શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો.
  • સિનેમા હોલ, ઓડિટોરિયમ, એસેમ્બ્લી હોલ, વોટર પાર્ક, સ્વિમિંગ પૂલ, જિમ, સ્પા, જાહેર બાગ-બગીચા.
  • મનોરંજક સ્થળો, મોલ્સ-કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ધર્મસ્થાનો બંધ.
  • રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો, મેળાવડા બંધ.