તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામૂહિક રાજીનામાંની ચીમકી:NHMના કર્મીઓનો પડતર માગણીઓના ઉકેલ માટે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એનએચએમ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓ સાથે કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો. - Divya Bhaskar
એનએચએમ કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓ સાથે કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો.
  • બેઝ પેમાં સ્લેબ સિસ્ટમથી મહેનતાણામાં વધારો સહિતના પ્રશ્નો વણઉકેલ રહેતા કર્મચારીઓમાં રોષ

નેશનલ હેલ્થ મીશનના કર્મચારીઓને દર 3 વર્ષે બેઝ પેમાં સ્લેબ સિસ્ટમથી મહેનતાણામાં વધારો સહિતના પ્રશ્નો વણઉકેલ રહેતા કર્મચારીઓમાં રોષ ઉઠ્યો છે. આ પ્રશ્નોના ઉકેલની માગ સાથે કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરશે. જો તારીખ 15 સુધી પ્રશ્નો નહીં ઉકેલાય તો સામૂહિક રાજીનામાંની ચીમકી ઉચ્ચારી છે.

છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય યોજનાઓ પહોંચાડવાની કામગીરી કરતા નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓના પડતર પ્રશ્નોમાં 5 ટકા ફિક્સ અને 5 ટકા પરફોર્મન્સના આધારે મહેનતાણામાં વધારો કરવો. એચ.આર. પૉલિસી તૈયાર કરીને તેની અમલવારી કરવી. અતિપછાત વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓને ઇન્સેન્ટિવ આપવું. કોમ્યુનિટી હેલ્થ ઑફિસરની જેમ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના કર્મચારીઓને પણ ઇન્સેન્ટિવનો લાભ આપવા સાથે જોબ સિક્યુરિટીની માંગણીઓ પડતર છે.

એનએચએમ કર્મચારીઓનો શરૂઆતનો બેઝીક પે રૂપિયા 15000 આપવો. મા યોજનાનો લાભ પણ એનએચએમ કર્મચારીઓને આપવો સહિતના પ્રશ્નોની માંગણી કરવા છતાં ઉકેલ આવ્યો નથી. આથી તારીખ 12થી 14મી સુધી એનએચએમ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરશે. તેમ છતાં પડતર પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો તારીખ 15થી સામૂહિક રાજીનામાં આપવામાં આવશે તેમ નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ ગુજરાતના પ્રમુખ વિનોદભાઇ પંડ્યાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...