તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર માટે રાહતના સમાચાર, આજે નવા 261 કેસ સામે 380 દર્દી સ્વસ્થ થયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સારવાર દરમિયાન 18 દર્દીના મોત

ગાંધીનગર જિલ્લામાં આજે પણ વધુ 261 કેસો મળી આવ્યા હતા જેની સામે 379 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. ગઈકાલે દિવસમાં ગાંધીનગર જિલ્લામાં કોરોના ના 269 દર્દીઓએ કોરોના સામેની લડાઈ જીતી લીધી હતી ત્યારે આજે વધુ 379 લોકો ને ડિસ્ચાર્જ કરવામાં આવતા બે દિવસમાં કુલ 648 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. જ્યારે આજે 18 દર્દીઓના મોત નિપજ્યા છે.

ગાંધીનગરમાં જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણ ના કેસો નોંધપાત્ર રીતે ઘટી રહ્યા છે ત્યારે તેની સામે કોરોના દર્દીઓ નો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આજે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં 152 કોરોનાના કેસો તેમજ કોર્પોરેશન વિસ્તારમાં 109 કોરોના કેસો મળી ને કોરોનાનો આંકડો 261 નોંધાયો છે.

ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જિલ્લાના દહેગામ, કલોલ, માણસા તેમજ ગાંધીનગર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 152 કોરોનાં કેસો દફતરે નોંધાયા છે. જ્યારે તેની સામે 141દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જ્યારે શહેરી વિસ્તારોમાં પણ 109 કોરોના કેસો મળી આવ્યા છે. જેની સામે 238 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે રવિવારે ગ્રામ્ય વિસ્તારમાં 150 કોરોના ના કેસો મળી આવ્યા હતા જેની સામે 127 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ કોર્પોરેશન વિસ્તારમાં 115 કોરોના ના દર્દીઓ ની સામે 142 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી લીધી હતી. આમ છેલ્લા બે દિવસ દરમિયાન ગ્રામ્ય તેમજ કોર્પોરેશન વિસ્તારમાં 265 કોરોનાના કેસ નોંધાયા હતા તેની સામે 269 કોરોના ના દર્દીઓ સ્વસ્થ થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે આજે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર મળીને 261 કેસો સામે આવ્યા છેલ્લા બે દિવસમાં કોરોના નો આકડો 526 નોંધાયો હતો ત્યારે આજે કુલ 379 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા છેલ્લા બે દિવસમાં 648 દર્દીઓ એ કોરોનાને હરાવ્યો છે.

ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પ્રતિરોધક રસી કુલ 1લાખ 90 હજાર 563 લાભાર્થીઓ ને પ્રથમ ડોઝ તેમજ 72 હજાર 254 લાભાર્થીને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

વધુ 29 દર્દી કોરોના સામે જંગ હાર્યા : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 151 કેસની સામે 141 દર્દીએ કોરોનાને હરાવ્યો
જિલ્લાના ચારેય તાલુકામાંથી કુલ 151 કેસ નોંધાયા છે. માણસા તાલુકામાંથી નવા 44 કેસમાં આજોલમાંથી 1, બિલોદરામાંથી 3, હરણાહોડામાંથી 1, ખાટાઆંબામાંથી 1, પરબતપુરામાંથી 1, અનોડિયામાંથી 1, ખડાતમાંથી 2, મહુડીમાંથી 1, રંગપુરમાંથી 1, નગરપાલિકા વિસ્તારમાંથી 9, અંબોડમાંથી 2, ગોલથરામાંથી 1, લોદરામાંથી 1, પુંધરામાંથી 2, ચડાસણામાંથી 1, જામળામાંથી 1, લિમ્બોદરામાંથી 2, મણીનગર સોજામાંથી 1, સોજામાંથી 1, વાગોસણામાંથી 2, અલુવામાંથી 2, બદપુરામાંથી 2, માણેકપુરમાંથી 2, વરસોડામાંથી 2, દેલવાડામાંથી 1 કેસ નોંધાયો છે. દહેગામ તાલુકામાંથી નવા 42 કેસમાં સાણોદામાંથી 1, નાંદોલમાંથી 1, બીલામણામાંથી 1, અહેમદપુરામાંથી 1, સાંપામાંથી 2, રખિયાલમાંથી 2, લવાડમાંથી 2, ખાનપુરમાંથી 2, ઓતમપુરામાંથી 1, નવા જલુન્દ્રામાંથી 1, ધારીસણામાંથી 2, બાબરામાંથી 1, હાથીજણમાંથી 2, અમરાભાઇના મુવાડામાંથી 1, વીરાપુરામાંથી 1, પીપલજમાંથી 1, નવા થામ્બલીયામાંથી 1, નાગજીના મુવાડામાંથી 1, મોટી માછંગમાંથી 1, મીરજાપુરમાંથી 2, જુના થામ્બલીયામાંથી 1, જીંડવામાંથી 2, ડુમેચામાંથી 1, નરનાવતમાંથી 1, કડાદરામાંથી 1, હરસોલીમાંથી 1, મોટી પાવઠીમાંથી 1, હિલોલમાંથી 1, ઘમીજમાંથી 2, નગરપાલિકા વિસ્તારમાંથી 4 કેસ નોંધાયા છે. ગાંધીનગર તાલુકામાંથી 33 કેસમાં દોલારાણા વાસણામાંથી 1, જાખોરામાંથી 3, માધવગઢમાંથી 1, શિહોલી મોટીમાંથી 1, ભોંયણરાઠોડમાંથી 1, મોટી આદરજમાંથી 1, સરઢવમાંથી 6, ટીંટોડામાંથી 1, છાલામાંથી 1, ગીયોડમાંથી 1, રૂપાલમાંથી 9, સોનીપુરમાંથી 2, વાસનમાંથી 3, અડાલજમાંથી 1, ઉવારસદમાંથી 2 કેસ નોંધાયા છે. કલોલ તાલુકામાંથી નવા 32 કેસમાં બોરીસણામાંથી 1, વડસરમાંથી 1, ખાત્રજમાંથી 1, નારદીપુરમાંથી 1, છત્રાલમાંથી 1, રાંચરડામાંથી 2, સાંતેજમાંથી 2, આરસોડિયામાંથી 3, નગરપાલિકા વિસ્તારમાંથી 20 કેસ નોંધાયા છે. સંપર્કમાં આવેલ તમામ દર્દીઓને તેમજ તેમના ,સંપર્કમાં આવેલા તમામને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 151 કેસની સામે 141 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહી છે. નોંધનીય છે કે, આપણે હજીપણ સાવધાની રાખવાની જરૂર છે,જેથી પોઝિટિવ કેસની સંખ્યા ફરી વધે નહીં. આમ માસ્ક, સેનેટાઈઝર તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું કડકાઈથી પાલન કરવું જરૂરી છે.

મનપા વિસ્તારમાંથી 109 સંક્રમિતોની સામે 238 દર્દી સાજા થયા
મનપા વિસ્તારમાંથી નવા 109 કેસમાં સેક્ટર-30માંથી 10, વાવોલમાંથી 8, પેથાપુરમાંથી 8, કુડાસણમાંથી 8, સેક્ટર-2માંથી 7, સેક્ટર-5માંથી 6, સરગાસણમાંથી 6, સુઘડમાંથી 5, સેક્ટર-7માંથી 5, સેક્ટર-1માંથી 1, સેક્ટર-3માંથી 3, સેક્ટર-12માંથી 3, સેક્ટર-13માંથી 2, સેક્ટર-14માંથી 3, સેક્ટર-17માંથી 3, સેક્ટર-20માંથી 1, સેક્ટર-21માંથી 1, સેક્ટર-22માંથી 1, સેક્ટર-23માંથી 2, સેક્ટર-24માંથી 4, સેક્ટર-26માંથી 2, સેક્ટર-27માંથી 1, જીઇબીમાંથી 1, રાંધેજામાંથી 2, રાયસણમાંથી 3, ધોળાકુવામાંથી 4, અમિયાપુરમાંથી 2, નભોઇમાંથી 1, ઝુંડાલમાંથી 1 કેસ નોંધાયો છે. તમામ દર્દીના પરિવારજનોને તેમજ તેમના સંપર્કમાં આવેલાને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...