તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:નવા 8 સંક્રમિત , વધુ 10 દર્દી કોરોનામુક્ત

ગાંધીનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક

જિલ્લાની વધુ 8 વ્યક્તિઓ સંક્રમિત થતાં કુલ કેસનો આંકડો 7975 થયો છે. જ્યારે સારવારને અંતે વધુ 10 દર્દીઓએ કોરોનાને હરાવતા સાજા થનાર વ્યક્તિઓનો આંકડો 7197એ પહોંચ્યો છે. કોરોનાથી સંક્રમિત નવા 8માંથી 2 હોસ્પિટલમાં અને 6 દર્દીઓએ હોમ આઇસોલેશન સારવાર લેવાનું પસંદ કર્યું છે. સંક્રમિતોમાં બિઝનેશમેન, ગૃહિણી સહિતનો સમાવેશ થાય છે. મનપા વિસ્તારમાંથી અને ગાંધીનગર તાલુકામાંથી 3-3 જ્યારે માણસામાંથી 2 નવા કેસ મળ્યા છે.

મનપા અને ગાંધીનગર તાલુકાના 3-3 તથા માણસાના 2 નવા કેસ મનપા વિસ્તારમાંથી નવા ત્રણ કેસમાં સેક્ટર-4માંથી 45 વર્ષીય યુવાન, 42 વર્ષીય ગૃહિણી, સેક્ટર-14નો 30 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. કોરોના સંક્રમિતોના સંપર્કવાળા 7 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે.

જિલ્લાના ગાંધીનગર તાલુકામાંથી નવા ત્રણ કેસમાં પેથાપુરમાંથી 70 વર્ષીય વૃદ્ધ, 51 વર્ષીય મહિલા, 62 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાઇ છે. જ્યારે માણસા તાલુકાના બોરૂની 48 વર્ષીય ગૃહિણી અને બાપુપુરાનો 22 વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત થયો છે. દર્દીના પરિવારજનોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો