તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરિક્ષણ:આરોગ્ય વિભાગના નવનિયુક્ત અગ્રસચિવ સિવિલની મુલાકાતે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ, નોનકોવિડ વિભાગમાં સેવા સુદ્રઢ થાય તેની સુચના આપી

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલે શુક્રવારે ગાંધીનગર સિવિલની મુલાકાત લીધી હતી. નવા જ નિયુક્ત થયેલા મનોજ અગ્રવાલે હોસ્પિટલનો રાઉન્ટ લઈને ઓક્સિજન પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું હતું. ઓક્સિજન પ્લાન્ટમાં ઉત્પન્ન થતાં ઓક્સિજનથી લઈને તેને દર્દી સુધી પહોંચાડવા સુધીનું મિકેનિઝમ તેઓ સમજ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન સેન્ટર, કોવિડ અને નોન કોવિડ ડિપાર્ટમેન્ટની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન જરૂરી સુચનો પણ તેઓએ હોસ્પિટલ તંત્રને કર્યા હતા. આ સાથે તેઓએ ગાંધીનગર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કાર્યોની સમીક્ષા કરીને અધિકારી અને તબીબો સાથે ચર્ચા વિચારણા કી હતી. સંભવિત ત્રીજી લહેર પહેલાં વધુમાં વધુ વેક્સિનેશન કરવા માટે તેઓએ સુચના આપી હતી. ઓક્સિજન પ્લાન્ટમાં ઉત્પન્ન થતાં ઓક્સિજનથી લઈને તેને દર્દી સુધી પહોંચાડવા સુધીનું મિકેનિઝમ તેઓ સમજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...