નિર્ણય:રાજ્યની મેડિકલ કોલેજમાં અને જિલ્લાની હોસ્પિટલમાં ન્યુબોર્ન હિયરીંગ સ્ક્રિનીંગ કરાશે

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દર 1000 ન્યુબોર્ન શિશુઓમાંથી 8 બાળકો જન્મજાત હિયરીંગની ખામી સાથે જન્મે છે
  • હિયરીંગ સ્ક્રિનીંગના નિર્ણયને પગલે ઇએનટી વિભાગ દ્વારા સ્ટાફ નર્સને ટ્રેનિંગ આપવામાં આવશે

રાજ્યની તમામ મેડિકલ કોલેજની તેમજ જિલ્લાની હોસ્પિટલોમાં ન્યુબોર્ન હિયરીંગ સ્ક્રિનીંગ કરાશે. સ્ક્રિનીંગમાં નવજાત શિશુમાં બધીરતા જોવા મળશે તો કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરી શકાશે. દેશમાં જન્મજાત બાળકોમાં સાંભળવાની વિકલાંગતાનું પ્રમાણ 1000 શિશુઓમાંથી અંદાજે 8 બાળકોમાં જોવા મળે છે. તેમાય બાળકમાં રહેલી બધીરતાની જાણ માતા-પિતાને બે કે ત્રણ વર્ષ પછી થાય છે. ત્યારબાદ આવા બાળકોમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાય છે. જોકે જન્મજાત શિશુમાં હિયરીંગ સ્ક્રિનીંગ ફરજિયાત કરવાથી બાળકમાં રહેલી બધીરતાની વાલીને વહેલા જાણ થતાં સમયસર કોક્લીયર ઇમ્પ્લાન્ટની સર્જરીથી બાળક બોલવામાં અને સાંભળવામાં ઝડપથી કામ થઇ શકે છે. આથી રાજ્યના આરોગ્ય વિભાગે નવજાત શિશુમાં બધિરતાની તપાસ માટે ન્યુબોર્ન સ્ક્રિનીંગ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.

નર્સને ટ્રેનિંગ આપવામાં આવશે
ન્યુબોર્ન સ્ક્રિનીંગની કામગીરી પીડિયાટ્રિશ્યન વિભાગે કરવાની રહેશે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કેટલા બાળકોમાં કોકલીયર ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવી તે અંગે જીએમઇઆરએસ સંચાલિત ગાંધીનગર સિવીલ હોસ્પિટલના ઇએનટી વિભાગના ડો. નિરજા સૂરીને પુછતા જણાવ્યું છે કે વર્ષ-2016થી અત્યાર સુધીમાં હોસ્પિટલમાં 540 કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન કર્યા છે. ઉપરાંત આરોગ્ય વિભાગના ફરજિયાત હિયરીંગ સ્ક્રિનીંગના નિર્ણયને પગલે ઇએનટી વિભાગ દ્વારા સ્ટાફ નર્સને ટ્રેનિંગ 
આપવામાં આવશે.

જન્મથી 2 વર્ષના બાળકનું હિયરીંગ સ્ક્રિનીંગ કરાશે
ન્યુબોર્ન હિયરીંગ સ્ક્રિનીંગની અમલવારીનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જેમાં જન્મથી બે વર્ષના બાળકોનું હિયરીંગ સ્ક્રિનીંગ કરાશે. નવજાત બાળકો,એનઆઇસીયુમાં દાખલ કરેલા અને બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો રસીકરણ કરવા આવે ત્યારે તમામ બાળકોનુંં હિયરીંગ સ્ક્રિનીંગ 
કરવાનું રહેશે. 

સ્ક્રિનીંગ નિષ્ફળ જાય તો બેરા દ્વારા તપાસ કરાશે
ન્યુબોર્ન હિયરીંગ સ્ક્રિનીંગમાં પ્રથમ વખત નિષ્ફળ જાય તો બે મહિના પછી પુન: સ્ક્રિનીંગ કરવાનું રહેશે. જો બીજા તબક્કામાં નિષ્ફળતા મળે તો બાળકના બ્રેન સ્ટેમ એવોકેડ રિસ્પોન્સ ઓડિયોમેટ્રી (બેરા)થી હિયરીંગ કરે છે નહી તે નક્કી કરવાનું રહેશે. જે કામગીરી ઇએનટી વિભાગ દ્વારા કરાશે. 

અન્ય સમાચારો પણ છે...