તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાશિફળ:માગશરમાં નવી નોકરીની તકો વિકસે તેમજ સુખાકારી સારી રહે

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જ્યોતિષ સંસ્થા દ્વારા વરતારાની ઓનલાઇન ચર્ચા, બુધ ગ્રહ વિશે 77 જેટલા જ્યોતિષે માહિતી મેળવી

‘બુધ ગ્રહ - એક વિશિષ્ટ અધ્યન’ વિશે એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના જ્યોતીષ શિક્ષણ, સંશોધનના ઓનલાઇન રવિવારીય વર્ગમાં ચર્ચા કરાઈ હતી. ચર્ચામાં બુધ ગ્રહનું કારકત્વ, દરેક ભાવ સંબંધી શુભાશુભ ફળ, બુધની યુતિ ફળ અને બુધ ગ્રહ આધારિત રોગ પર સંસ્થાના વડા પ્રદ્યુમ્ન ભટ્ટ તથા આશિષ રાવલે ખાસ સમજણ આપી હતી. આ કાર્યક્રમના અંતે માગશર માસના પ્રવેશ સમયની કુંડળીના આધારે ‘માગશર માસનો વરતારો’ સમજાવાયો હતો, જેમાં કોરોનાની મહામારીમાં રાહત થશે?? કંઈક અંશે GDP સ્થિર રહેશે, તેવા એંધાણ વર્તાય છે. પ્રજાની સુખાકારીમાં વધારો થશે. નવી-નવી નોકરીની તકો વધતી જોવા મળે.

આ ઉપરાંત માગશર માસના વરતારા અંગે સમજણ આપતા તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આ માસમાં થીજાવી દે તેવી ઠંડીના પ્રમાણમાં વધારો થાય. આ કાર્યક્રમમાં ગાંધીનગરની 7 મહિલા જ્યોતિષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અમિતાબહેન મહેતાએ અંકશાસ્ત્ર ઉપર સમજાવ્યું હતું. કાર્યક્રમમાં 77 જ્યોતિષ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.અને તેમણે બુધ ગ્રહ વિશે તેમજ અન્ય બાબતોની જાણકારી મેળવી વિવિધ પાસાઓ પર ચર્ચા વિચારણા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો