જીતનાં વધામણાં:ગ્રામજનોમાં નવી આશા: 123 ગ્રામ પંચાયતના સરપંચની વરણી થઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતગણતરીમાં નાનાં ગામોનું પરિણામ પહેલાં પ્રસિદ્ધ કરાયું

ગત રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મંગળવારે પરિણામ જાહેર થયુ હતુ. ગાંધીનગર જિલ્લાના 156 ગામમાં મતદાન થયુ હતુ. મંગળવારે જનતાના ફેસલાનો દિવસ હોવાથી જે તે ગામના સરપંચો અને વોર્ડ સભ્યો તેમના સમર્થકો અને અન્ય ગ્રામજનો મતગણતરીના કેન્દ્ર પર સવારથી જ પહોંચી ગયા હતા.

આ વખતે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થયુ હોવાથી તેની ગણતરી સવારે 9 કલાકથી શરૂ કરવામાં આવી હતી જેમાં જેમ જેમ જે ગામોના પરિણામ જાહેર થતા ગયા તેમતેમ વિજેતા સરપંચો અને સભ્યો તેમજ તેમના ટેકેદારો ગેલમાં આવી જતા જોવા મળ્યા હતા. જોકે કેટલાંક ગામના નામો યાદીમાં પાછળ હોવાથી તેવા ગામના ઉમેદવારોને પરિણામ માટે મોડીસાંજ સુધી રાહ જોવી પડી હતી.

આમ પરિણામના દિવસે જિલ્લાના જેતે મતગણતરીના સ્થળો પર સવારથી લઈને મોડીસાંજ સુધી અનેક ઉમેદવાારો અ્ને ટેકેદારોના ધાડેધાડા ઉતરી પડ્યા હતા જોકે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સ્થિતી નિયંત્રણમાં રાખી હતી. છેલ્લે મળતી માહિતી અનુસાર મોડી રાત સુધી ચાલેલી મગણતરીમાં ગાંધીનગર જિલ્લાના કુલ.156 ગામોમાંથી 123 ગામના સરંપચ અને વોર્ડ સભ્યો ચૂંટાઈ આવ્યા છે. જોકે માણસા અને કલોલ તાલુકાની મતગણતરી પૂર્ણ થઇ ગઇ હતી.

જ્યારે ગાંધીનગર અને દહેગામની મતગણતરી મોડી રાત સુધી ચાલુ રહી હતી.જિલ્લાની 179માંથી 22 સમરસ થતાં 156 ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારે યોજાયા બાદ મંગળવારે મતગણતરી યોજાઈ હતી. જિલ્લાના ચારેય તાલુકાકક્ષાએ ગ્રામ પંચાયતની મતગણતરી કરવામાં આવી હતી. તેમાં રાત્રીના 8 કલાક સુધી જિલ્લાની 156માંથી 107 ગ્રામ પંચાયતનું પરિણામ આવી ગયું હતું. તેમાં દહેગામ તાલુકાની 75માંથી 51, ગાંધીનગરની 52માંથી 35, માણસાની 18માંથી 17 અને કલોલની 11માંથી 10 ગ્રામ પંચાયતનું પરિણામ આવી ગયું છે.

તેમાં જોકે કલોલ અને માણસા તાલુકામાંથી ઓછી ગ્રામ પંચાયત હોવાથી તેની મતગણતરી સાંજ સુધીમાં પૂર્ણ થઇ ગઇ હતી. જ્યારે દહેગામ અને ગાંધીનગર તાલુકાની ગ્રામ પંચાયતો વધુ હોવાથી મતગણતરીની કામગીરી મોડી રાત્રી સુધી ચાલુ રહી હતી. મતદાન બેલેટથી કરવામાં આવ્યું હોવાથી બેલેટની મતગણતરી કરવાની હોવાથી પરિણામ આવતા સમય લાગતો હતો.

ગાંધીનગરની 52 ગ્રામ પંચાયતની મતગણતરી મધરાત સુધી ચાલી, મતગણતરીમાં નાનાં ગામોનું પરિણામ પહેલાં પ્રસિદ્ધ કરાયું
ગાંધીનગર તાલુકાની 52 ગ્રામ પંચાયતોની મતગણરીની કામગીરી મધ્યરાત્રી સુધી ચાલી હતી. શરૂઆતમાં નાનાં ગામોની મતગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ મોટા ગામોની ગણતરીની કામગીરી હાથ ધરી હતી. ગત 19મીએ મતદાન બાદ મંગળવારે મતગણતરી સેક્ટર-15ની સરકારી વિનયન કોલેજ ખાતે થઈ હતી. મતગણતરીમાં ગાંધીનગર તાલુકાના 52 ગામોની મતગણતરી શરૂ કરતા સૌ પ્રથમ રતનપુર ગામની કરાઈ હતી. તેનું પરિણામ સવારે સાડા દસ કલાકે આવ્યું હતું.

અનેક બેલેટ કોરા નીકળ્યા
મતગણતરી શરૂ કરાતા તેમાં અમુક મતદારોએ અણસમજને કારણે બેલેટ પેપરમાં સિક્કો માર્યા વિના જ કોરો મુકી દીધા હતા. તેમાં સરપંચ અને વોર્ડના ઉમેદવારોના બેલેટમાં પણ આવી જ સ્થિતિ જોવા મળતી હતી. બેલેટ પેપરને કેવી રીતે ઘડી વાળવી તેની યોગ્ય જાણકારી મતદારોને આપી નહી હોવાનું મતગણતરીમાં જોવા મળ્યું હતું.

ભાજપ 70% સરપંચનો દાવો
‘ગાંધીનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મંગળવારે સાંજ સુધીમાં જીતેલા સરપંચોને વિશ્લેષણ કરતાં ભાજપની વિચારધારા વાળા અંદાજે 70 ટકા જેટલા ઉમેદવારો છે. જોકે ચોક્કસ આંકડો મતગણતરી પૂર્ણ થયા બાદ જ સામે આવશે.’ - અનિલ પટેલ, જિલ્લા પ્રમુખ, ભાજપ

કૉંગ્રેસ 80% સરપંચનો દાવો
ગાંધીનગર જિલ્લામાં જીતેલા સરપંચોમાં અંદાજે 80 ટકા કૉંગ્રેસી વિચારધારા સાથે સંકળાયેલા છે. કેટલાક અમારા કાર્યકરો પણ છે. હાલની સ્થિતિ આવી છે છતાં સંપૂર્ણ ગણતરી પૂર્ણ થાય પછી ચોક્કસ આંકડો સામે આવશે. પરંતુ ગ્રામ પંચાયતમાં ઈજીઓએમ નથી તેનું આ પરિણામ છે કે કોંગ્રેસ તરફી સપરપંચો ચૂંટાયા છે. - સૂર્ય સિંહ ડાભી, જિલ્લા પ્રમુખ, કૉંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...