ગાંધીનગરમાં ‘કચરાનું કમઠાણ’:ચૂંટણીનો મુદ્દો છતાં ભાજપ કે કોંગ્રેસ ‘કચરા’માં હાથ નાખવા તૈયાર નથી!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભીનો -સૂકો કચરો જુદો કરીને આપવાના મ્યુનિ. કમિ.ના આદેશ મુદ્દે દરમિયાનગીરી કરવા શહેર વસાહત મહાસંઘેCMને ફરી અપીલ કરી.
  • કમિશનર દ્વારા અલગ કચરો લેવાનો મુ્દો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવાયો છે: વિવાદ મનપાની ચૂંટણીમાં અસર કરશે: બિહોલા

પાટનગરમાં કચરાના કમઠાણને લઈને વિવાદ ચાલે છે ત્યારે આ મુદ્દો કોઈને કોઈ રીતે દરેક નાગરિકને અસર કરે છે તેમ છતાં ભાજપ-કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો હાલ ‘કચરા’ માં હાથ નાખવા તૈયાર ન હોવાની સ્થિતિ છે. અત્યાર સુધી ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી કોઈએ તંત્ર કે પબ્લિક કોઈને ખુલીને સપોર્ટ કર્યો નથી. કારણ હાલ આ મુદ્દો ખરેખર કેટલા લોકોને અસર કરે તે અંગે રાજકીય પક્ષો જ અસમંજસમાં છે. જેને પગલે હાલ આ મુદ્દે કોઈ પક્ષ પડવા માટે તૈયાર નથી.

બીજી તરફ શહેર વસાહત મહાસંઘ દ્વારા ફરીવાર મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ મુદ્દે દખલગીરી કરી આવો નિર્ણય મોકૂફ રાખવા રજૂઆત કરી હતી. આ અંગે કેશરીસિંહ બિહોલાએ કહ્યું હતું કે, ડસ્ટબીન આપ્યા વગર કચરો અલગ મગાતા જે વિવાદ ઉભો થયો છે તેની મનપાની ચૂંટણીમાં અસર થાય તેમ છે આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે અગાઉ ડસ્ટબીન આપવા માટે લેખિત રજૂઆત કરાઈ હતી.

દરમિયાન આ મામલે મહાસંઘ દ્વારા વધુમાં જણાવવામા આવ્યુ છે કે ચૂંટણી પછી નવી ચૂંટાયેલી બોડી પર ડસ્ટબીનનો નિર્ણય છોડી દેવા માટે અમારી માંગણી છે. હાલની સ્થિતિએ ડોર ટુ ડોર કચરો અગાઉ લેવામાં આવતો હતો તેમ ઉઘરાવવા વિનંતી કરાઈ છે. ગાંધીનગરમાં છેલ્લા 10 વર્ષથી ભીનો-સુકો કચરો એકઠો જ લઈ જવાતો હતો, જેને ડમ્પિંગ સાઈટ પર લઈ જઈને અલગ કરાતો હતો. પરંતુ નવા કમિશનર આવ્યા બાદ તેઓએ ભીનો-સુકો કચરો અલગ લેવાનો આદેશ કરી દીધો હતો. જેને પગલે હાલ કચરો ઉપાડવામાં આવતો નથી. .

આ કચરો વસાહતીઓ દ્વારા જાહેર રોડ પર ફેંકવામાં આવે છે અને ગંદકી અન દુર્ગંધ મારે છે. જેને પગલે રોગચાળાનો ભય રહે છે. મનપા દ્વારા 2017માં ડસ્ટબીન આપવામાં આવ્યા હતા, ત્યાર પછી નથી અપાયા કમિશનર દ્વારા અલગ-અલગ કચરો લેવા પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...