કાવતરું:વાવોલના પરિવારને બદનામ કરવાનુ પડોશીએ કાવતરું કર્યું

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંગત અદાવતમાં છેલ્લા 1 વર્ષથી પતિ, પત્ની સહિતના સગાને બિભત્સ લખાણ લખી ફોટો મોકલતો હતો

વાવોલમા રહેતા અને કર્મકાંડ સાથે સંકળાયેલા યુવકના પરિવારને અંગત અદાવતમા પડોશીએ બદનામ કરવાનુ કાવતરુ કર્યુ હતુ. છેલ્લા એક વર્ષથી પરિવારના સભ્યોના ફોટા સોશિયલ મિડીયા ઉપરથી મેળવી લઇ તેની ઉપર ચારિત્ર્ય બાબતે લખાણ કરીને સગા સબંધીઓને ફોરવર્ડ કરવામા આવતા હતા. જેમા અલગ અલગ 25 નંબર ઉપરની મહિલાને બદનામ કરવામાં આવી હતી. આ બાબતે કંટાળી ગયેલા પરિવારે પડોશી સામે સાઇબર ક્રાઇમમા ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ અંગત અદાવતમાં પીડાતા પડોશીએ પડોશીના પરિવારને બદનામ કરવાનુ ચાલુ કર્યુ હતુ. વાવોલ ગામમાં રહેતા પરિવારને પડોશી વ્યક્તિ હેરાન કરી રહ્યો હતો. સોશિયલ મીડીયાનો સહારો બનાવીને પડોશી દંપતીના ફોટા મેળવી લીધા હતા. અંગત અદાવત રાખતા પડોશી દંપતીને બદનામ કરી દેવાની જ ઇચ્છા સાથે દંપતીના સગા સબંધીઓ અને સોસાયટીમા રહેતા લોકોને પણ અલગ અલગ નંબર ઉપરથી સંદેશ મોકલતો હતો. જેમા ફોટા ઉપર હોટલનુ નામ લખી તેના ઉપર કિંમત લખીને ફોરવર્ડ કરી બદનામ કરતો હતો. જ્યારે તેના પ્રોફાઇલમા પડોશી મહિલાનો ફોટો રાખવામા આવતો હતો.

આ બનાવથી દંપતી ત્રાહિમામ પોકારી ગયુ હતુ. સોસાયટી સહિત 20 સગા સબંધીઓના મોબાઇલ નંબર ઉપર બિભત્સ ફોટા મોકલવામા આવ્યા હતા. પરિણામે દર એક સપ્તાહમા પોલીસ મથકે પહોંચતા હતા. પરંતુ સમાધાન થઇ જતુ હતુ. તેમ છતા પડોશી યુવકે બદનામ કરવાનુ ચાલુ રાખ્યુ હતુ. જેને લઇને આજે બુધવારે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમા 43 વર્ષિય પડોશી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે આરોપીને ઝડપી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ મથકમાં આવતાની સાથે જ આરોપીની તમામ ચરબી બહાર આવી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...