ફરિયાદ:આંગણામાં થૂંકવા મુદ્દે ઠપકો આપતી મહિલાને પડોશી વકીલે થપ્પડ મારી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સે.7માં આંગણામાં પૂનમની પૂજા હોવાથી ઠપકો આપ્યો હતો : બંનેએ સામસામી ફરિયાદ નોંધાવી

શહેરના સેક્ટર 7મા રહેતા પડોશીઓ વચ્ચે સામાન્ય બાબતે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. વકીલાત કરતા યુવકે પાડોશી મહિલા આંગણામા થુંકતા કહ્યુ હતુ કે, આજે શરદ પૂનમ છે, અમારે પૂજા કરવાની છે કહીને માર માર્યો હતો. જેને લઇને મહિલાએ વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ વકીલે પણ 3 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

સે-7માં રહેતા ધારાબેન મંથનભાઇ પટેલ આજે શરદ પૂનમ હોવાથી ઘરે પૂજા કરવાની હોવાથી આગણામા સફાઇ કરાઈ હતી. ત્યારબાદ તેમના બાળકને શાળામા મુકવા જતાં હતા. તે સમયે તેમના પાડોશમા રહેતા અને વકીલાત કરતા જીતેન્દ્ર વાડજીયા આગણામા થુંકવા લાગ્યા હતા. જેથી વકીલને કહ્યુ હતુ કે, આજે પુનમ છે, અમારે પુજા કરવાની છે, જેથી તમે થુંકશો નહિ. તેમ કહેતાની સાથે જ વકીલે બોલાચાલી કરી બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો નહિ બોલવાનુ કહેતા મહિલાને લાફો મારી દીધો હતો.

જેને લઇને મહિલાનો દિકરો, સાસુ અને સસરા તેમજ પાડોશીઓ વચ્ચે પડતા વધુ મારમાંથી બચાવી હતી.જ્યારે મહિલાનો પતિ આવતા તેની સાથે પણ ઝપાઝપી કરી હતી. આડોશી પાડોશીઓ વચ્ચે પડતા બબાલને શાંત કરાઈ હતી. પરંતુ જતા જતા વકીલે જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવામા આવી હતી.

બીજી તરફ વકીલે ધારાબેન તેમના પતિ મંથનભાઇ અને સસરા દિલીપભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, મંથનભાઇની માતા રૂપાબેને તેમના ઘરમાંથી બહાર નીકળી કહ્યુ હતુ કે, કેમ અહિંયા કેમ થુંકો છો ? તેમ કહેતા તેના પત્નિ આવીને બોલાચાલી કરી હતી. જેમા વકીલને માથામા લાકડી ફટકારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમણે પણ 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...