જિલ્લાના ચારેય તાલુકામાંથી પ્લોટ નહી મળવા અંગેની અરજીઓ નહી આવતા જિલ્લાકક્ષાની લેન્ડ કમિટીની બેઠક મળી નથી. જ્યારે દહેગામ તાલુકાની લેન્ડ કમિટી નહી મળવાથી પ્લોટની 65 અરજીઓ પેન્ડીંગ જ્યારે અન્ય ત્રણ તાલુકામાં એકપણ અરજી પેન્ડીંગ નથી.
રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ-2011માં થયેલી આર્થિક અને સામાજિક મોજણીમાં સમાવેશ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્લોટ અપાય છે. જેમાં પરિવારમાંથી એકપણ સભ્ય સરકારી નોકરી કરતો નથી. પાકુ ઘર કે રહેણાંકનો પ્લોટ ધરાવતો નથી. નાના ખેડુતો, વિધવા, અપંગ, કાચુ મકાન ધરાવતા નથી સહિતના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્લોટ અપાય છે. જોકે પ્લોટ માટે નિયત કરેલા ધારા-ધોરણમાં આવતા પરિવારે પ્લોટ માટે ગ્રામ પંચાયત અને તાલુકા લેન્ડ કમિટીને અરજી કરવાની હોય છે.
જિલ્લાના ચારેય તાલુકા પંચાયતની લેન્ડ કમિટિમાં અરજીઓને મંજુરી માટે રજુ કરવાની હોય છે. નિયત કરેલા નિયમોનું પાલન થતું હોય તો લેન્ડ કમિટી દ્વારા પ્લોટની અરજીને માન્ય રખાય છે.જોકે જિલ્લાકક્ષાની લેન્ડ કમિટીની એકપણ બેઠક મળી નથી. પ્લોટ નહી મળવા બદલ લાભાર્થી જિલ્લાકક્ષાની લેન્ડ કમિટીમાં અરજી કરે તો જ બેઠક બોલાવાય છે. દહેગામ તાલુકાની લેન્ડ કમિટિની બેઠક નહી મળવાથી હાલમાં 65 અરજી પેન્ડિંગ હોવાનું જિ. પં.ના સૂત્રોએ જણાવ્યું છે.
ગુડા અને ઓડામાં 80 ગામોનો સમાવેશ
ગાંધીનગર તાલુકાના કુલ-58માંથી 54 ગામોમાંથી 26 ગુડામાં અને 28 ગામોનો ઔડામાં સમાવેશ થાય છે. જ્યારે કલોલ તાલુકાના કુલ-56માંથી 26 ગામોનો ઔડામાં સમાવેશ કર્યો છે.
ગુડા અને ઔડામાં સમાવેશ ગામો માટે લેન્ડ કમિટી નથી
ગુડા અને ઔડામાં સમાવેશ ગામો શહેરી વિકાસ સત્તા મંડળમાં આવતા હોવાથી તેઓનો લેન્ડ કમિટીમાં સમાવેશ કરાયો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.