કોલવડા પાસે વોકળામાં ફરી કેમિકલ યુક્ત પાણી છોડવાની ઘટના બની છે. સેક્ટર-25 જીઆઈડીસી વિસ્તાર કે અન્ય કોઈ ફેક્ટરી દ્વારા અહીં કેમિકલ યુક્ત પાણી છોડાયું હોવાની શંકા છે. જેને પગલે અહીં રસ્તા પર જ કેમિકલ યુક્ત ફીણ ઉડતાં વાહન ચાલકોને પરેશાન થવું પડે છે. કેમિકલ યુક્ત પાણીને પગલે આસપાસના ખેતરો અને જમીનમાં તેનું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે.
ફેક્ટરીમાંથી ફેલાતું પ્રદૂષણ ગાંધીનગરમાં પણ જોખમ ઊભું કરી રહ્યું છે. ગાંધીનગરથી કોલવડાના માર્ગ પર ગામ પાસે આવેલા વોકળામાં કેમિકલના કારણે ચારેબાજુ ફીણ ઊડી રહ્યા છે. કેમિકલ યુક્ત પાણી અને ફીણના કારણે પશુઓને અસર થવાની આશંકા છે. કેમિકલ યુક્ત પાણી પીવાથી પશુ-પંખીઓને મોટું નુકસાન થવાની દહેશત ગ્રામજનોએ વ્યક્ત કરી છે. અગાઉ પણ અનેક વખત ફેક્ટરીઓ દ્વારા પાણીમાં કેમિકલનો નિકાલ કરાયો છે. ત્યારે આ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આંખ આડા કાન ન કરીને આ દિશામાં પગલાં લેવા તેવી ગ્રામજનોની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.