આઝાદી કા અમૃત મહોત્સવ:ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટીએ દત્તક લીધેલા કોબા ગામમાં NSS યુનિટ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દશેરા નિમિત્તે NCC/NSS યુનિટ દ્વારા અનોખી ઉજવણી
  • ગામમાં સફાઈ કરી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કર્યો

ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટી દ્વારા દત્તક લેવામાં આવેલા કોબા ગામમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યૂનિવર્સિટીનાં NCC/NSS યુનિટ દ્વારા આજે દશેરા પર્વ નિમિત્તે કોબા ગામમાં સફાઈ અભિયાન હાથ ધરી ગામમાંથી કચરો વીણીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

15 મી ઓગસ્ટ 1947ના રોજ ભારતે બ્રિટીશ રાજ્ય પાસેથી આઝાદી પ્રાપ્ત કરીને ત્રિરંગો લહેરાવ્યો હતો. ત્યારબાદ દેશે લોકશાહી અને પ્રજાસત્તાક વ્યવસ્થાને અનુરૂપ રાજકીય અને સામાજિક મૂલ્યોને આધારે અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણ ફાળ ભરી છે. ઈતિહાસ વાગોળતા માલુમ પડે છે કે એ સમયે પાકિસ્તાને મિલિટરી ડીક્ટેટરશીપ વિકસાવી, ભારતે લોકશાહીની રીતરસમો વિકસાવી હતી. તેથી 2021નું ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે તે સ્વાભાવિક છે. ત્યારે માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાને દેશની આઝાદીના 75મી વર્ષગાંઠની અન્વયે આઝાદી કા અમૃત મહોત્સવ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની વિવિધ પ્રવૃતિઓ થકી ઉજવણી કરવામાં આવી રહી છે.

જેનાં ભાગરૂપે ગાંધીનગરના રાયસણ મુકામે આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટીમાં કાયદાનાં પાઠ શીખતા એનસીસી અને એનએસએસ યુનિટનાં કેડેટસ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે આજે વિજ્યા દશમીનાં પર્વની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે સંસ્થાના ડાયરેક્ટર એસ. શાંથાકુમારના માર્ગદર્શન હેઠળ એનસીસીના કેડેટસ દ્વારા ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટીએ દત્તક લીધેલા કોબા ગામમાં આજે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જે અન્વયે કેડેટસે કોબા ગામમાં ઝાડું લઈને કચરો વાળ્યો હતો અને ગામમાંથી પ્લાસ્ટિક પણ વીણવામાં આવ્યું હતું. આમ જીએનએલયુનાં NCC/NSS યુનિટ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...