શેરી ગરબાએ પુનઃ આકર્ષણ જમાવ્યું:કોરોનાના ગ્રહણ વચ્ચે ગાંધીનગરમાં નવરાત્રિનો ઉત્સાહ અકબંધ, પાર્ટી પ્લોટની જગ્યાએ સોસાયટીઓમાં શેરી ગરબાનું ઠેર ઠેર આયોજન

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21મી સદીની હરણફાળ વચ્ચે ભાતીગળ શેરી ગરબાએ પુનઃ આકર્ષણ જમાવ્યું

કોરોનાના ગ્રહણના વચ્ચે આજથી પાટનગર ગાંધીનગરમાં નવરાત્રિનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે 21 મી સદીની હરણભાળમાં પાર્ટી પ્લોટનાં સ્થાને આ વર્ષે શહેરની સોસાયટીમાં આયોજન કરવામાં આવેલા પરંપરાગત ભાતીગળ શેરી ગરબા એ પુનઃ આગવું આકર્ષણ જમાવ્યું છે.

રાયસણ શ્રીરંગ એન્ટાયર બંગલો
રાયસણ શ્રીરંગ એન્ટાયર બંગલો

નોંધનીય છે કે ગાંધીનગરમાં વર્ષો અગાઉ સેકટર - 17, સેકટર - 20, અને સેકટર - 24 સહિતના વિસ્તારોમાં ભવ્ય રીતે શેરી ગરબા મહોત્સવ યોજવામાં આવતો હતો. ત્યારે જેમ જેમ ગાંધીનગરનો વિકાસ થતો ગયો તેમ તેમ પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવ નું આયોજન થવા માંડ્યું હતું. જેનાં કારણે ધીમે ધીમે શેરી ગરબાની પરંપરાગત ગરબા નામશેષ બની ગયા હતા.

લાયન્સ પરિવાર દ્વારા ગરબાનું આયોજન
લાયન્સ પરિવાર દ્વારા ગરબાનું આયોજન

આજે પણ એક વર્ગ એવો છે જે પાર્ટી પ્લોટમાં મોંઘીદાટ ટિકિટ ખર્ચીને શેરી ગરબામાં ગરબા ગાવાનું પસંદ કરે છે. જો કે પાર્ટી પ્લોટના ઝાકમજોળ વચ્ચે શેરી ગરબા લુપ્ત થઈ ગયા હતા. ત્યારે કોરોના મહામારી ના કારણે આ વર્ષે જુની પરંપરા મુજબ ઠેર ઠેર શેરી ગરબા યોજાઈ રહ્યા છે. ગાંધીનગરના પેથાપુર સ્વપ્ન વિલા-3 બંગ્લોઝ તેમજ રાયસણના શ્રી રંગ એન્ટાયર બંગલો, ઉપરાંત લાયસન્સ દ્વારા સેકટર - 2 માં પણ શેરી ગરબાનું આયોજન કરાયું છે.

પેથાપુર સ્વપ્ન વીલા - 3
પેથાપુર સ્વપ્ન વીલા - 3

આદ્યશક્તિ મા જગદંબા - ભવાનીના નવલાં નોરતાંનો આજથી આરંભ થયો છે . આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ જગતજનની મા અંબાની ભક્તિનું પર્વ આજે શરૂ થયું છે , ત્યારે ગાંધીનગરમાં શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિ રસનો અનોખો માહોલ સર્જાયો છે.

સેકટર - 29 જયકૃષ્ણ પરિવાર
સેકટર - 29 જયકૃષ્ણ પરિવાર

ત્યારે પ્રથમ નોરતે મહોલ્લા અને સોસાયટીઓમાં માતાજીની આરતી કરી ગરબાની શરૂઆત કરી હતી.જેમ જેમ નવલા નોરતાના દિવસો આગળ વધશે એમ નવલા નોરતાનો રંગ જામશે.

અન્ય સમાચારો પણ છે...