વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુ-શુક્ર એમ સતત બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. મોદી ગુરુવારે બપોરે હિંમતનગરની સાબર ડેરીના 305 કરોડના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. 125 કરોડના ટેટ્રાપેકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, જ્યારે 600 કરોડના ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અંતર્ગત દીકરીઓનાં ખાતાં ખોલવાનો કાર્યક્રમ અને પશુપાલક મહિલાઓનું સન્માન કરાશે. ગુરુવારે બપોરે તેઓ ચેન્નઈ જવા રવાના થશે.
શુક્રવારે મોદી ફરી ગુજરાત આવશે. સાંજે 4 વાગ્યે ગિફ્ટ સિટી ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટરની મુલાકાત લેશે. આઈએફએસસી ઓથોરિટીના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે તેમ જ દેશના પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ કરાવશે.
ત્રણ મલ્ટિનેશનલ બેન્ક ગિફ્ટ સિટીમાં શરૂ થશે
વડાપ્રધાન મોદીની ગિફ્ટસિટીની મુલાકાતમાં ત્રણ મલ્ટિનેશનલ બેંક ડોઇશ બેંક એજી, જેપી મોર્ગન ચેઝ બેંક અને એમયુએફજી બેંકના યુનિટની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરાશે. ગિફ્ટસિટીમાં બેન્ક ઓફ અમેરિકાના ગ્લોબલ ઇનહાઉસ સેન્ટરની ક્ષમતા વધારાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.