રજૂઆત:STના ડ્રાઈવર-કંડક્ટર સામેની ઓનલાઈન ફરિયાદમાં નામ, સરનામાં ખોટાં નીકળ્યાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોર્ટલ પર ફરિયાદ થાય છે પણ સત્યતા ચકાસાતી નથી
  • ખોટી ફરિયાદોના કારણે દંડાતા કર્મીઓએ ફરિયાદ માટે ફી રાખવા િનગમમાં કરેલી રજૂઆત

એસ ટી નિગમ દ્વારા બસના ડ્રાઇવર અને કંડક્ટર સામે ઓનલાઇન ફરીયાદ કરવામાં આવે છે તેમાં ફરિયાદ કરનારા લોકોના નામ અને સરનામાં ખોટા નીકળ્યા છે ત્યારે નિગમના કર્મચારીઓએ રજૂઆત કરી છે કે પોર્ટલ પર ફરિયાદ થાય છે પણ સત્યતા ચકાસાતી નથી તેથી ખોટી ફરિયાદોના કારણે કર્મચારીઓ દંડાતા હોવાથી આવી ફરિયાદો માટે ફી રાખવામાં આવે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધાને મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. તેમાં ઓનલાઇન બુકિંગથી લઇને તમામ પ્રકારની કામગીરી કરાઈ રહી છે.

ત્યારે હવે બસમાં મુસાફરી દરમિયાન ફરજ ઉપરના ડ્રાઇવર અને કંડક્ટર તરફથી થયેલા ખરાબ વર્તન અંગે ઓનલાઇન ફરીયાદની સુવિધા ઉભી કરાઈ છે. જોકે નિગમ દ્વારા ઓનલાઇન ફરીયાદ માટે કોઇ ફી રખાઈ નથી. આથી ઓનલાઇન ફરીયાદો મોટાભાગની ખોટી જ આવતી હોય છે. ઓનલાઇન ફરીયાદોમાં દર્શાવેલું નામ, સરનામું તેમજ મોબાઇલ નંબર પણ ખોટો હોય છે.

તેમ છતાં એસ ટી નિગમ દ્વારા ઓનલાઇન ફરીયાદના આધારે ડ્રાઇવર અને કંડક્ટરની સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. એસ ટી નિગમના અધિકારીઓ ઓનલાઇન ફરીયાદની કોઇપણ જાતની તપાસ કર્યા વિના જ પગલાં લેવામાં આવતા ડ્રાઇવર અને કંડક્ટરોમાં રોષ ઉઠ્યો છે. આથી ઓનલાઇન આવેલી ફરીયાદ તે સાચી છે કે ખોટી તેની યોગ્ય તપાસ કર્યા બાદ જ સબંધિત ડ્રાઇવર અને કંડક્ટરની સામે પગલાં લેવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...