તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ગાંધીનગરના નબીરાએ બેફામ ગતિએ હંકારતા કાર બે વાર પલ્ટી મારી ગઈ, નબીરો કાર મૂકીને ફરાર

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સદનસીબે નબીરાનો અકસ્માતમાં આબાદ બચાવ થયો
  • કાર પલ્ટી મારી જવાના કારણે ટોટલ લોસ થઈ ગઈ

ગાંધીનગરનાં ઘ - 3 સર્કલથી સેકટર 6 તરફ જતા રોડ પર નવી કાર લઈને નીકળેલા નબીરાએ કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઇડરને ટકરાઈને બે પલ્ટી મારી ગઈ હતી. જો કે સદનસીબે નબીરાનો અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. પરંતુ કાર પલ્ટી મારી જવાના કારણે ટોટલ લોસ થઈ ગઈ હતી. આ અંગે સેકટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આસપાસના વસાહતીઓ મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા

ગાંધીનગરનાં ઘ 3 સર્કલથી સેકટર 6 તરફ જતાં રોડ પર રજીસ્ટ્રેશન નંબર વગરની સફેદ કલરની કાર લઈને પૂરપાટ નબીરો નિકળ્યો હતો. કારની બેફામ ગતિના કારણે નબીરાએ કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. અને રોડ પરના લાઈટના થાંભલાને ટક્કર મારીને કાર બે વખત પલ્ટી ખાઈ ગઈ હતી. જેનાં કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. આ અકસ્માત થતાં જ આસપાસના વસાહતીઓ મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા.

મોટા માથાના પોલીસ પર ફોન આવવાના શરૂ થઈ ગયા

જો કે આ અકસ્માતમાં કાર ચાલક નબીરાનો આબાદ બચાવ થયો હતો. પરંતુ નવી કાર બે વખત પલ્ટી મારી જવાથી ટોટલ લોસ થઈ ગઈ હતી. ત્યારે અકસ્માત થયા બાદ વસાહતીઓનું ટોળું એકઠું થઈ જવાથી નબીરો ગભરાઈ ગયો હતો અને સ્થળ પરથી ભાગી ગયો હતો. આ બનાવની જાણ થતાં સેકટર 7 પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પરંતુ ત્યાં સુધીમાં નબીરો ભાગી ગયો હતો. જેનાં પગલે પોલીસે અજાણ્યા નબીરા વિરુદ્ધ આઇપીસી કલમ 279 તેમજ મોટર વ્હીકલ એકટ 177, 184, તેમજ 134 (બી) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બનાવની જાણ થતા મોડી રાત સુધી મોટા માથાના પોલીસ પર ફોન આવવાના શરૂ થઈ ગયા હતા. પરંતુ પોલીસે તમામ ભલામણોને નજર અંદાજ કરીને નબીરા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...