તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અડાલજ પોલીસે ઉવારસદમાં ખાટલામાં બેસી વરલી મટકાનો જુગાર રમાડતાં બે ઇસમોને ઝડપી લીધા

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગરના ઉવારસદના રાવળવાસમાં ઘરની બહાર ખુલ્લી જગ્યામાં ખાટલામાં બેસી વરલી મટકાનો જુગાર રમાડતાં બે ઈસમોને ઝડપી અડાલજ પોલીસે 21 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બે ઈસમો વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યાં હતા

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર અડાલજ પોલીસ મથકના જમાદાર વિજય સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન કોન્સ્ટેબલ અજીતસિંહને બાતમી મળી હતી કે ઉવારસદના રાવળ વાસમાં બે ઈસમો વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યા છે. જેનાં પગલે પોલીસ ટીમ બાતમી વાળી જગ્યાએ દોડી ગઈ હતી. જ્યાં જિગ્નેશ રાવળ ઘર બહાર ખુલ્લી જગ્યામાં ખાટલામાં બેઠા બેઠાં વરલીમટકાનાં આંકડા લખવામાં આવી રહ્યાં હતા.

કમલેશ ઉર્ફે બબુ રાવળ તેમજ જિગ્નેશ રાવળની ધરપકડ કરી

જેનાં પગલે પોલીસે ગામમાં રહેતાં કમલેશ ઉર્ફે બબુ રાવળ તેમજ જિગ્નેશ રાવળની ધરપકડ કરી લીધી હતી. જેઓની અંગ ઝડતી કરતાં બન્ને પાસેથી કુલ રૂ. 790 રોકડા તેમજ મોબાઇલ ફોન નંગ 4, જુગાર સાહિત્ય મળી કુલ રૂ. 21 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો