રેશ્મા સોલંકીનો સ્ફોટક પત્ર:લખ્યું - મારા પતિ ભરતસિંહ રાજકીય સ્ટેટસ માટે કોંગ્રેસને ખતમ કરી રહ્યા છે, પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રેશમા સોલંકી અને ભરતસિંહ સોલંકી - ફાઇલ તસવીર. - Divya Bhaskar
રેશમા સોલંકી અને ભરતસિંહ સોલંકી - ફાઇલ તસવીર.
  • કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ઉદ્દેશીને પત્ર લખ્યો

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનાં પત્નિ રેશ્મા સોલંકીએ એક સ્ફોટક પત્ર સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે. આ પત્ર સાથે વીડિયો પણ વહેતો કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા,સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં રેશ્મા સોલંકીએ જણાવ્યું હતું કે ભરતસિંહને મુખ્યમંત્રીના ફેસ તરીકે જાહેર થવું છે, તેને જાહેર નહીં કરો તો કોઇને મુખ્યમંત્રી બનવા દેશે નહીં, તેઓ નરેન્દ્ર મોદી સાથે મળેલા છે અને કોંગ્રેસને જાણીજોઇને સત્તામાં લાવતા રોકી રહ્યા છે. રેશ્મા સોલંકીએ પોતે અસહાય છે અને સત્યને સાથ આપીને કોંગ્રેસ ગરિમા બનાવે એવી આશા પત્રમાં વ્યકત કરી છે.

ભરતસિંહ સોલંકી, પૂર્વ કેન્દ્રીય મંત્રી - ફાઇલ તસવીર.
ભરતસિંહ સોલંકી, પૂર્વ કેન્દ્રીય મંત્રી - ફાઇલ તસવીર.

જાણીજોઇને કોંગ્રેસને સત્તામાં આવતા રોકે છેઃ રેશ્મા
રેશ્મા સોલંકીએ પત્રમાં લખ્યું છે કે મારા પતિ તેમના પોલિટિકલ સ્ટેટસ માટે કોંગ્રેસને ખતમ કરી રહ્યા છે, ગુજરાતના લોકોમાં જાણીજોઇને ખોટા સંદેશ મોકલીને કોંગ્રેસને સત્તામાં આવવા માટે રોકી રહ્યા છે. તેમની બુદ્ધિ, ચતુરાઇ એવી છે કે બોલશે સારું પણ પરદા પાછળ એ‌વું ખોટું કરે છે કે કોંગ્રેસ આગળ જ ન વધે. ભરતસિંહ સામે આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે તેમને જે જે મહિલાઓ સાથે ગૈર નૈતિક સંબંધ રાખ્યા તેમને ટિકિટ અપાવી અને સારી મહિલાઓને આગળ આવતી રોકી છે.

ભરતસિંહ સોલંકી, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ - ફાઇલ તસવીર.
ભરતસિંહ સોલંકી, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ - ફાઇલ તસવીર.

ભૂતકાળનાં કરતૂતોનું વર્ણન કર્યું
નેતા સોલંકીના ભૂતકાળનાં કરતૂતોનું વર્ણન પણ પત્રમાં કરીને તેમણે કહ્યું છે કે તેમનું વલણ કોંગ્રેસના કાર્યકરો સાથે પણ વિપરીત રહ્યું છે. તેમની વય 67 વર્ષની છે, મારાથી 23 વર્ષ મોટા છે છતાં મને ઘરેથી કાઢી મૂકી હતી. મેં તેમને અ્નેક વખત સમજાવ્યા, પણ તેઓ સમજતા નથી. રેશ્માએ કોંગ્રેસ મોવડીમંડળને વિનંતી કરી છે કે ભરતસિંહને કોંગ્રેસમાંથી મુક્ત કરીને ઘરે પાછા મોકલે, જેથી તેમની સાન ઠેકાણે આવે.

અન્ય સમાચારો પણ છે...