તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સેક્ટર 30 પાસે BSFના SIના બાઇકને ટક્કર મારી કારચાલક ફરાર થયો

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ચિલોડા રોડ ઉપર સેક્ટર 30 સર્કલ પાસે બીએસએફમા ફરજ બજાવતા એસઆઇના બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. એસઆઇ સેક્ટર 30મા ઘરે આવી રહ્યા હતા, તે દરમિયાન બનાવ બનવા પામ્યો હતો. જેને લઇને એસઆઇએ સેક્ટર 21 પોલીસ મથકમા અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ભગવાન રામેશ્વર શર્મા (રહે, સેક્ટર 30, મૂળ રહે, ધામા પારસા થાણા, બિહાર) બીએસએફમા એસઆઇ તરીકે છેલ્લા ચિલોડા પાસે આવેલા બીએસએફ કેમ્પમા 32 વર્ષથી ફરજ બજાવે છે. ત્યારે એસઆઇ પોતાનુ બાઇક નંબર જીજે 18 એએલ 9260 લઇને સેક્ટર 30ના ઘરે આવી રહ્યા હતા. તે સમયે સેક્ટર 30 સર્કલ પાસે પહોંચતા વન ચેતનાના ગેટ સામે એક અજાણી કારના ચાલકે ગફલતભરી રીતે ચલાવતા ટક્કર મારી હતી, જ્યારે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. કારની ટક્કર વાગવાથી એસઆઇને શરીરે ગંભીર ઇજાઅ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...