તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઘ-4 પાસે એક કારને ટક્કર મારી કાર ચાલકે આગળ જઈ બીજી કારને ટક્કર મારી

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાગેલા નબીરા કાર ચાલકે અનેકના જીવ જોખમમાં મૂક્યા

શહેરમાં ઘ-4 ખાતે કારને સામાન્ય ટક્કર મારીને ભાગેલા અન્ય એક કાર ચાલકે ફુલ સ્પીડ ગાડી ભગાવીને અનેક લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. મળેલી વિગતો પ્રમાણે શુક્રવારે બપોરે સવા બે વાગ્યાના સુમારે ઘ-4 ખાતે ઘ-5 બાજુથી આવતી એક કારને બેંક ઓફ બરોડા તરફથી આવતી બ્લેક કલરની જીપ કંપાસ કારે ટક્કર મારી હતી. અકસ્માતને પગલે એક વ્યક્તિએ નીચે ઉતરીને બ્લેક કારને રોકવા હેન્ડલ પકડ્યું હતું. આમ છતાં કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર ભગાવતા વ્યક્તિ બહાર લટકી ગયો હતો અને થોડે દૂર જઈ હેન્ડલ સાથે નીચે પટકાયો હતો. જેમાં તેના હાથ પરથી ટાયર ફરી વળ્યું હતું. આ બધુ જોઈ રહેલાં એક્સેન્ટ કાર ચાલક યુવકે બ્લેક કારનો પીછો કર્યો હતો. બેંક ઓફ બરોડોથી થોડે આગળ યુવક બ્લેક કારની બાજુમાં પહોંચી ગયો હતો. જોકે, બ્લેક કારના ચાલકે ગાડી સાઈડમાં દબાવતા એક્સેન્ટ કાર ડિવાઈડર પર ચઢીને થાંભલામાં ઘૂસી ગઈ હતી. બ્લેક કાર કોઈ યુવક ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઘટના અંગે શુક્રવાર મોડી સાંજ સુધી ફરિયાદ નોંધાઈ ન હતી. ઘ-4 ખાતે હાલ અંડરપાસનું કામ ચાલતું હોવાથી ફરતે પતરાં મારવામાં આવેલ છે. જેને ઘ-5 તરફથી આવતા લોકોને વળાંક વળતા સરખું વિઝન મળતું નથી. બીજી તરફ બેંક ઓફ બરોડા બાજુથી પથિકા તરફ અને ઘ-5 તરફ વળતા વાહનોને પણ અન્ય વાહનો જલદી દેખાતા નથી.

અન્ય સમાચારો પણ છે...