કાર્યવાહી:મ્વોમની શાયોના ગ્રૂપે ઓડિટ રિપોર્ટ રજૂ ન કરતાં 1 લાખનો દંડ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેરાની નોટિસ છતાં ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો ન હતો
  • શ્રીરામ ઇન્ફ્રા.ને સિગ્નેચર લક્ઝુરિયા પ્રોજેક્ટ માટે 50 હજાર અને નવાબ ઇન્ફ્રાસ.ને 15 હજારનો દંડ

અમદાવાદના મ્વોમની શાયોના બીઆઇપીએલ રાજકોટ બિલ્ડર્સને રાજકોટના 79 કરોડનું રોકાણ ધરાવતા સિટી સેન્ટર પ્રોજેક્ટ માટે વાર્ષિક અહેવાલ સમયસર રજૂ નહીં કરવા બદલ રેરાએ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 2019-20નો વાર્ષિક ઓડિટ રિપોર્ટ વર્ષ પૂરું થયાના સપ્ટેમ્બર 2020 સુધીમાં રજૂ કરવાનો હતો. કોરોનાને કારણે રેરાએ મુદત વધારીને 15 ફેબ્રુઆરી 2021 કરવા છતાં પ્રમોટરે રિપોર્ટ રજૂ કર્યો ન હતો.

રેરાએ સુનાવણી માટે મોકલેલી પ્રથમ નોટિસ છતાં પ્રમોટર હાજર રહ્યા ન હતા. બીજી સુનાવણીમાં વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રમોટરના પ્રતિનિધિ નિસર્ગ શાહ ઉપસ્થિત રહ્યા હતા જેમને ઓથોરિટી દ્વારા ફોર્મ-5ની કોપી રજૂ કરવાની સૂચના આપવા છતાં રજૂ નહીં કરતા રેરાએ દંડ ફટકાર્યો હતો. અમદાવાદના શ્રીરામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સિગ્નેચર લક્ઝુરિયા પ્રોજેક્ટમાં મંજૂર થયેલી સમય મર્યાદામાં પણ રિપોર્ટ રજૂ નહીં થતાં રેરાએ 50 હજારનો દંડ કર્યો હતો. આ ઉપરાંત નવાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ નવાબ લેગસીનો ઓડિટ રિપોર્ટ રજૂ નહીં થતાં રેરાએ 15 હજારનો દંડ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...