મુઠિયા ગામમાં રહેતા યુવકે તેના મિત્રને હાથ ઉછીના રૂપિયા 5.87 લાખ આપ્યા હતા. એક પખવાડીયાનો વાયદો પૂરો થયા પછી યુવકે તેના મિત્ર પાસેની ઉછીના આપેલા નાણાં પરત માગતા જાતિ વિષયક શબ્દો બોલી માર માર્યો હતો. આ બનાવને લઇ યુવકે તેના મિત્ર સામે એટ્રોસીટી સહિતની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુઠીયા ગામના અને કેટરીંગનો વ્યવસાય કરતા 32 વર્ષિય યુવકે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ત્રણ મહિના પહેલા થયેલી મિત્રતામાં મિત્રએ દગો દીધો હતો. ટૂંકી મિત્રતામાં મિત્રને 5.87 લાખ જેટલી માતબર રકમ ઉછીની આપી હતી.
ત્યારે મિત્ર ચાર દિવસ પહેલા રણાસણ ખાતે તેમના મિત્ર પ્રતિકપાલસિંહ જાડેજા મળ્યા હતા અને ઉછીની આપેલી રકમ પરત માગી હતી. એક પખવાડીયાનો વાયદો કર્યો હતો.માતબર રકમ પરત માગવા માટે ફોન કરવામાં આવતો હતો, પરંતુ ફોન પણ બ્લેક લીસ્ટમાં મુકી દીધો હતો. આ બાબતની જાણ કોમન મિત્ર રાજભા ઝાલાને પણ કરવામાં આવી હતી. જ્યારે ચાર દિવસ પહેલા રીબરૂ મળતા નાણા પરત માગતા એકા એક ઉશ્કેરાઇ ગયો હતો અને ઉછીના આપેલા રુપિયા માગનારને જાતિ વિષયક ગાળો બોલી હતી. મારામારી કરતા લોકો એકઠા થઇ ગયા હતા.
જેથી મારામારી કરનાર મિત્ર ફરાર થઇ ગયો હતો. આ બનાવને લઇ યુવકે તેના મિત્ર સામે ડભોડા પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. હાથ ઉછીના આપેલા નાણાં માગવા જતાં મિત્રે મારામારી કરી હતી. મોટી રકમ સમયસર પરત ન આપી મારામારી કરી જાતિ વિષયક શબ્દો બોલી મારામારી કરી હતી. જેના પગલે યુવકે તેના મિત્ર સામે એટ્રોસિટીની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.