ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો:સાંતેજ-વડસર રોડ પર ગીરનારી આશ્રમ પાસે મંદિરના સેવકની હત્યાનો ભેદ ઉકેલાયો, તાબે નહીં થનાર પ્રેમિકાને પણ જીવતી જ કેનાલમાં ફેંકી હતી

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકલ ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી ભેદ ઉકેલ્યો
  • મંદિરના સેવક સાથે દારૂની મહેફિલ માણતા સમયે માથાકૂટ થઇ હતી

કલોલ તાલુકાના સાંતેજ ગિરનારી આશ્રમ સામે એક વર્ષ અગાઉ મંદિરના સેવકની હત્યાની ઘટના ઘટી હતી. ત્યારે આ હત્યા સાંતેજના જીગર ઉર્ફે જીગો પોપટજી ઠાકોરે કરી હોવા ઉપરાંત તેણે તાબે નહીં થનાર પોતાની પ્રેમિકાને પણ જીવતી જ કેનાલમાં ફેંકીને હત્યા કરી હોવાનો પણ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આશ્રમ પાસેની ઝાડીમાં દારૂની મહેફિલ માણતી વખતે માથાકૂટ થતાં મંદિરના સેવક ના ગળાના ભાગે ઠંડા ક્લેજે ચપ્પુ ફેરવી દઈ હત્યા કરાઈ હોવાનું પણ એલસીબીની તપાસમાં ખુલવા પામ્યું છે.

સેવા-પુજા અને સાફ-સફાઈનું કામ કરનારની હત્યા

સાતંજે-વડસર રોડ પર સાંતેજ ગામની સીમમાં ગિરનારી આશ્રમ પાછળ 38 વર્ષ જૂનુ રામાપીર મંદિર આવેલું છે. જેનો વહીવટ સાંતેજ ગામના પૂર્વ સરપંચ અંબારામ મેરાજી ઠાકોર કરે છે. મંદિર ખાતે વડસર ગામનો 33 વર્ષિય સંજયસિંહ ઉર્ફે કાળુ લક્ષ્મણસિંહ છેલ્લા 6 મહિનાથી સેવા-પુજા અને સાફ-સફાઈનું કામ કરતો હતો. સોમવારે બપોરે દોઢ વાગ્યાના સુમારે મંદિરના પુજારી પોપટગીરી જમવા બેઠા હતા તે સમયે કાળુ પાણીની બોટલ લઈને આશ્રમ સામેની ઝાડીમાં ગયો હતો. સાંજે પાંચેક વાગ્યા સુધી કાળુ પરત આવ્યો ન હતો.

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પણ તપાસ શરૂ કરાઈ હતી

અંબારામ પોતાના પુત્ર સાથે બાઈક લઈને વડસર કામ અર્થે ગયા હતા. સાંજે સાડા છ વાગ્યાના સુમારે તેઓ પરત આવ્યા ત્યારે ગિરનારી આશ્રમના ગેટ સામે રોડની સાઈડમાં કાળુ ઊંધો પડેલો મળ્યો હતો. કપડાં પરથી ઓળખી જતા અંબારામે તેઓને સીધો કરતાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા થઈ હોવાનું મળી આવ્યું હતું. જેને પગલે તેઓ 108 મારફતે તાત્કાલિક તેને સોલા સિવિલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં રાત્રે તેનું મોત થયું હતું.

લોકડાઉનમાં નોકરી બંધ રહેતા મંદિરે રસોઈ બનાવતો હતો

લોકડાઉન દરમિયાન નોકરી બંધ રહેતાં રામાપીર મંદિરે સેવા-પૂજા માટે રહેતો હતો. મૃતક કાળુ એક વર્ષ પહેલાં ગોપાલા કંપનીમાં નોકરી કરતો હતો જે બંધ થઈ જતા તે છત્રાલ જીઆઈડીસીમાં નોકરી કરવા ગયો હતો. પરંતુ લોકડાઉન દરમિયાન તે નોકરી પણ બંધ રહેતાં રામાપીર મંદિરે સેવા-પુજા માટે રહેતો હતો. સફાઈ, રસોઈ સહિતનું કામ કરીને મંદિરમાં રહેતો હતો. જો કે તેની હત્યા થતાં સાંતેજ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

દારૂ પીધા પછી માથાકૂટ થતાં હત્યા કરી નાંખી હતી

ત્યારે ગાંધીનગર રેન્જ આઈજીપી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાંચનાં પીઆઈ એચ પી ઝાલાએ પણ તપાસનો દોર શરૂ કરી પોતાની ટીમને મર્ડરનો ભેદ ઉકેલવા કાર્યરત કરાઈ હતી. જેનાં પગલે બાતમીના આધારે ઉક્ત હત્યાના ગુન્હામાં સાંતેજના જીગર ઉર્ફે જીગો પોપટજી અહેમદજી ઠાકોરને ઝડપી લેવાયો હતો. જેની પૂછતાંછમાં તેણે કબુલાત કરી હતી કે, સંજય દારૂ પીવાની ટેવ વાળો હોવાથી તેની સાથે અવારનવાર દારૂ પીતો હતો.

બનાવના દિવસે સંજય આશ્રમમાંથી પાણીની બોટલ લઈને જતો હોઈ તેને પોતાની રીક્ષામાં બેસાડી ઝાડીમાં જઈ દારૂ પીવા લાગ્યા હતા. એ સમયે સંજય દારૂના નશામાં આવી ગયો હતો. જેનાં કારણે બંને વચ્ચે દારૂ બાબતે માથાકૂટ થઇ હતી. બાદમાં તકનો લાભ લઈ તેણે ચપ્પુ વડે ગળાના ભાગે ફેરવી દીધું હતું. અને ચપ્પુ ત્યાં જ ફેંકી રીક્ષા લઈને નીકળી ગયો હતો.

વધુમાં હેડ ક્વાર્ટર ડીવાયએસપી એમ જે સોલંકીએ જણાવ્યું હતું કે, ઉક્ત ગુન્હાની તપાસ દરમિયાન જીગરે તેની પ્રેમિકા જ્યોત્સનાની પણ હત્યા કર્યાનું બહાર આવ્યું છે. જ્યોત્સના ની માનસિક સ્થિતિ સારી ન હતી. જેથી દારૂ પીને જીગર તેને અવારનવાર એકાંત સ્થળે લઈ જઈ લાભ લેતો હતો.

તાબે નહીં થનાર પ્રેમિકાને જીવતી કેનાલમાં ફેંકી હત્યા કરી હતી

લોક ડાઉનનાં પંદર દિવસ અગાઉ બોપલ પોલીસ મથકની હદમાં આવેલી કેનાલ પાસે રિક્ષામાં બેસાડીને લઈ ગયો હતો. જ્યાં નજીકની ઝાડીમાં જ્યોત્સનાને લઈ જવા દબાણ કરતો હતો. પરંતુ જ્યોત્સનાએ ઈન્કાર કરી રિક્ષામાંથી ઉતરી દોડવા લાગી હતી. આથી દારૂના નશામાં ધૂત જીગરે પથ્થર છૂટો માર્યો હતો. જેથી માથામાં ઈજાઓ થતાં તે પડી ગઈ હતી. જે જીવતી હોવા છતાં તેને ઊંચકીને કેનાલમાં નાંખી દઈ રીક્ષા લઈ રવાના થઈ ગયો હતો. બાદમાં જ્યોત્સનાની લાશ બિનવારસી હાલતમાં મળી આવતાં બોપલ પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુન્હો પણ દાખલ થયેલો હતો. આમ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા એક સાથે બે મર્ડરની વણ ઉકેલાયેલી ગૂંથી ઉકેલી દઈ હત્યાના બે ગુન્હા નાં ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...