તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સક્લૂઝિવ:મહાનગરપાલિકાના વોર્ડ સીમાંકનની પ્રક્રિયા શરૂ, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કલેક્ટર-મ્યુનિ. કમિશનર પાસેથી દરખાસ્ત મંગાવાઇ

ગાંધીનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એપ્રિલમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર હોવાથી એકાદ મહિનામાં વોર્ડ સીમાંકન આખરી કરી દેવાય તેવી શક્યતા
 • પ્રાથમિક પ્રસિદ્ધિ બાદ વાંધા સૂચનો મગાવાશે

હાલ રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે એપ્રિલ મહિનામાં યોજાનાર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ રચના અને વોર્ડ સીમાંકનની પ્રક્રિયા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા શરૂ કરી દેવાઈ છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને વોર્ડ સીમાંકનની દરખાસ્ત મંગાવાઈ છે. મહાનગરપાલિકાની ત્રીજી સામાન્ય ચૂંટણી એપ્રિલમાં યોજાશે. મહાનગરપાલિકાના વિસ્તાર અને વસ્તીમાં વધારો થતાં વોર્ડની સંખ્યા 8થી વધીને 11 અને બેઠકો 32થી વધીને 44 થઇ છે.

રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યાં છે, ત્યારે મહાનગરપાલિકામાં સત્તા મેળવવા તેમના માટે સૌથી મહત્વની બાબત વોર્ડ સીમાંકન બનશે. નવા વિસ્તારોનો મહાનગરપાલિકામાં સમાવેશ થતાં સેક્ટરોની સાથે અન્ય વિસ્તારો પણ વોર્ડમાં ભળશે. જેની રાજકીય અસર પણ થશે. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા વોર્ડ સીમાંકનનો ડ્રાફ્ટ તૈયાર કરીને ટૂંક સમયમાં રાજ્ય ચૂંટણી આયોગને રજૂ કરશે. આયોગ તેની પ્રાથમિક પ્રસિદ્ધિ કરીને વાંધા સૂચનો મંગાવાશે. વાંધા સૂચનો ધ્યાને લીધા બાદ રાજકીય પક્ષો સાથે બેઠક કરશે અને તે પછી આખરી પ્રસિદ્ધિ થશે. વોર્ડ સીમાંકન બાદ વોર્ડની વસ્તી પ્રમાણે મતદાર યાદી અને અનામત બેઠકોની ફાળવણીનો નિર્ણય લેવાશે. એપ્રિલમાં ચૂંટણી યોજાનાર હોવાથી એકાદ મહિનામાં વોર્ડ સીમાંકન આખરી કરી દેવાય તેવી શક્યતા છે.

સીમાંકન કેવું રહેશે, સંભવિત ચિત્ર
વોર્ડ નં.1ઃ સેક્ટર-25, 26, રાંધેજા
વોર્ડ નં.2ઃ જીઇબી કોલોની, પેથાપુર નગરપાલિકા વિસ્તારના 1થી 5 વોર્ડ
વોર્ડ નં.3ઃ પેથાપુર નગરપાલિકાનો વોર્ડ નં.6, જીઇબી છાપરા, પાલજ- બાસણ, ઇન્દ્રોડા, ધોળાકૂવા
વોર્ડ નં.4ઃ સેક્ટર-19, 21, 22, 23, 30, સેક્ટર-29નો કેટલોક ભાગ
વોર્ડ નં.5ઃ સેક્ટર-24, 27,28, આદિવાડા, સે-29નો બાકીનો ભાગ
વોર્ડ નં.6ઃ સેક્ટર-12,13,14,15,16,17, ફતેપુરા, ગોકુળપુરા
વોર્ડ નં.7ઃ વાવોલ, કોલવડા
વોર્ડ નં.8ઃ સે-4,5, વાસણા હડમતીયા, સરગાસણ ટીપી-9, પોર, અંબાપુર
વોર્ડ નં.9ઃ સેક્ટર-2, 3, ઇન્ફોસિટી, કુડાસણ, ભાઇજીપુરા
વોર્ડ નં.10ઃ સેક્ટર-6,7,8,1, રાંદેસણ, રાયસણ, કોબા
વોર્ડ નં.11ઃ નભોઇ, સુઘડ, કોટેશ્વર, ભાટ, ખોરજ, ખોડીયાર, ઝૂંડાલ, અમીયાપુર

નિયત થયેલી 44માંથી 10 બેઠક અનામત રહેશે
સૂત્રોએ કહ્યું કે મહાનગરપાલિકાના 11 વોર્ડની નિયત થયેલી 44 બેઠકો પૈકી 10 બેઠકો નિયમ પ્રમાણે અનામત કેટેગરી માટે રીઝર્વ રખાશે. જેમાં 5 બેઠકો SC, 4 OBC અને 1 બેઠક ST માટે રહેશે. વર્તમાન ટર્મમાં 2 બેઠકો ST માટે રીઝર્વ હતી પરંતુ કુલ વસ્તી અને તેની સામે ST કેટેગરીની વસ્તીના રેશીયોને ધ્યાનમાં લેતા આ વખતે એસટી કેટેગરી માટે એક બેઠક અનામત રાખવાની થશે.

મહાનગરનો ઉત્તર પશ્ચિમ વિસ્તાર પહેલો વોર્ડ બને
વોર્ડ સીમાંકન દરમિયાન કેટલીક રસપ્રદ માહિતી પણ ધ્યાનમાં આવી છે. વોર્ડ સીમાંકનની એક સ્થાયી પેટર્ન છે જે દેશભરમાં લાગુ પડે છે. દરેક મહાનગરના ઉત્તર- પશ્ચિમ દિશા તરફનો જે વિસ્તાર હોય છે તેને વોર્ડ નં. 1 તરીકે જાહેર કરવામાં આવે છે. જેથી નવા સીમાંકનમાં સેક્ટર-25,26 અને રાંધેજા વિસ્તારનો વોર્ડ નં.1માં સમાવેશ કરાશે.

એક વોર્ડમાં 32 હજાર સુધીની વસ્તીનો સમાવેશ
મહાનગરપાલિકામાં નવા વિસ્તારો સમાવિષ્ટ થતાં વસ્તી અને વિસ્તારને ધ્યાને રાખીને વોર્ડ સીમાંકન તૈયાર કરવામાં આવી રહ્યુ છે. જો કે, નિયમ મુજબ એક વોર્ડમાં ઓછામાં ઓછી 28 હજાર અને વધુમાં વધુ 32 હજારની વસ્તીનો સમાવેશ કરી શકાય છે. જોકે, ચૂંટણી પંચને તેમાં 10 ટકા સુધીનો ફેરફાર કરવાની સત્તા હોય છે. આમ એક વોર્ડમાં 32 હજાર સુધીની વસ્તીનો સમાવેશ કરાશે.

પ્રક્રિયા શરૂ કરાઇ છે, ટૂંકમાં પ્રાથમિક પ્રસિદ્ધિ થશે
રાજ્ય ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીએ કહ્યું કે અમે ગાંધીનગર મહાનગરપાલિકાની વોર્ડ રચના અને વોર્ડ સિમાંકનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર તરફથી દરખાસ્ત મળ્યા બાદ ટૂંક સમયમાં પ્રાથમિક પ્રસિદ્ધિ કરાશે અને વાંધા સૂચનોના નિકાલ તથા રાજકીય પક્ષો સાથે બેઠક યોજ્યા બાદ આખરી પ્રસિદ્ધિ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો