તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખર્ચની મર્યાદા:નગરપાલિકાના ઉમેદવારો ચૂંટણી માટે રૂ. 1.50 થી 2.25 લાખ સુધીનો ખર્ચ કરી શકશે

ગાંધીનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચની મર્યાદા નક્કી કરાઇ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારોના ખર્ચની મર્યાદા નક્કી કરાઈ છે. જેમાં જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે રૂપિયા 4 લાખ, તાલુકા પંચાયતના ઉમેદવારો માટે રૂપિયા 2 લાખનો ખર્ચ નક્કી કરાયો છે. જ્યારે નગરપાલિકાના ઉમેદવારો માટે રૂપિયા 1.50 લાખથી રૂપિયા 2.25 લાખનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે.

રાજ્યના ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરતા રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની કામગીરી શરૂ કરાઈ છે. જ્યારે બીજી તરફ મતદારોને રાજી રાખવા માટેની કવાયત રાજકીય પક્ષો દ્વારા તેજ કરાઈ છે. જ્યારે બીજી તરફ ચૂંટણીની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને આચાર સંહિતાની ચુસ્ત અમલવારી થાય તે માટે પણ જિલ્લા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આગામી સમયમાં ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવનાર છે. આથી ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે બેફામ ખર્ચા કરે નહી તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો માટેના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ઉપરાંત ઉમેદવારોએ નિયત કરેલો ખર્ચ કરે છે કે તેનાથી વધારે તેની દેખરેખ માટે નોડલ અધિકારીઓની પણ નિમણૂંક જિલ્લા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જોકે રાજ્ય ચૂંટણી પંંચ દ્વારા નગરપાલિકાના ઉમેદવારોના ખર્ચ માટે વોર્ડના આધારે નક્કી કરાયો છે. જેમાં એકથી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકામાં ઉમેદવારે રૂપિયા 1.50 લાખનો ખર્ચ કરી શકશે.

આથી દહેગામ નગરપાલિકાના માત્ર 7 વોર્ડ હોવાથી ઉમેદવારો રૂપિયા 1.50 લાખનો ખર્ચ કરી શકશે. જ્યારે નવથી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકાના ઉમેદવારો માટે રૂપિયા 2.25 લાખની ખર્ચની મર્યાદા નક્કી કરી છે. આથી કલોલ નગરપાલિકાના 11 વોર્ડ હોવાથી ઉમેદવારો માટે રૂપિયા 2.25 લાખ ચુંટણીમાં વાપરી શકશે.

જિલ્લા પંચાયતના ઉમેદવારો 4 લાખ, તાલુકાના ઉમેદવારો 2 લાખ ખર્ચી શકશે
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જિલ્લા પંચાયતના ઉમેદવાર ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે રૂપિયા 4 લાખની મર્યાદામાં જ ખર્ચ કરી શકશે. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો રૂપિયા 2 લાખની મર્યાદામાં પોતાના મત વિસ્તારમાં ખર્ચ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો