વસૂલાત:મ્યુનિ. વ્યવસાય વેરા પર 30મી પછી મહિને દોઢ ટકા વ્યાજ લેશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લક્ષ્યાંક કરતાં 65 ટકાની વસૂલાત થઈ

ગાંધીનગરના નાગરિકો પાસે મિલકત વેરા સાથે વિવિધ વ્યવસાય વેરો વસૂલવામાં આવે છે. આ વર્ષે કોર્પોરેશન દ્વારા 9.50 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધી 5.90 કરોડ જેટલી આવક થઈ છે. એટલે કે લક્ષ્યાંક સામે 65 ટકા જેટલા વ્યવસાય વેરો આવ્યો છે. વ્યવસાય વેરા પેટે 30 સપ્ટેમ્બર વસુલાતની છેલ્લી તારીખ છે. ત્યાર બાદ વેરો નહીં ભરનારા કરદારો પાસેથી માસિક દોઢ ટકા લેખે વ્યાજ વસુલવામાં આવશે. કોર્પોરેશન દ્વારા બાકીદારોને જાહેર નોટિસ પણ ઇસ્યૂ કરી દેવાઈ છે.

મનપા વિસ્તારમાં અઢી લાખથી પાંચ લાખ સુધીનું ટર્ન ઓવર ધરાવતાં વેપારીઓએ 500 રૂપિયા, 5 લાખથી 10 લાખ સુધીનું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓએ 1250 અને 10 લાખથી વધુના માટે 2400 રૂપિયા વ્યવસાય વેરો લાગુ પડે છે. પગારદાર કર્મચારીઓને 6 હજારથી 9 હજાર માટે 80 રૂપિયા, 9000થી 12,000 માટે 150 રૂપિયા અને 12 હજારથી વધુ પગારદારોને 200 રૂપિયા વ્યવસાય વેરો નિયત કરાયો છે. અન્ય વ્યવસાયકારો માટે 2000 રૂપિયા વ્યવસાય વેરો નિયત કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં હાલ અંદાજે 5 હજાર જેટલા વ્યવસાયકારો છે. જે પહેલાં 4300 જેટલા હતા. મનપાના નવા વિસ્તારોના સમાવેશથી 700 જેટલા વ્યવસાયકારોનો ઉમેરો થયો છે. આગામી સમયે વ્યવસાયકારોનો પણ સરવે કરવામાં આવશે, જે બાદ તેમા વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...