કર્મચારીઓમાં રોષ:મલ્ટીપરપઝ હેલ્થ વર્કરોને બઢતી અપાઈ પણ છૂટા કરાયા નથી

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓર્ડરને દોઢ મહિનો થયો છતાં બદલી નહીં કરાતા કર્મચારીઓમાં રોષ

જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરોને પ્રમોશન સાથે બદલી કર્યાને દોઢ માસથી વધુ સમય થયો છે. તેમ છતાં છુટા કરવામાં નહી આવતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. છુટા જ કરવાના નહી તો પછી ત્યાં જ બઢતી આપવી જોઇએ તેવી માંગ કર્મચારીઓમાં ઉઠી છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓને લોકો સુધી પહોંચાડવાની કામગીરી મલ્ટી પરપઝ હેલ્થ વર્કરો દ્વારા કરાય છે. જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા મલ્ટી પરપઝ હેલ્થ વર્કરોને ગત 13 ઓક્ટોબરના રોજ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા બઢતી સાથે બદલી કરવામાં આવી હતી. જે અંતર્ગત બઢતી સાથે બદલી મેળવનાર કર્મચારીઓના નામજોગ આદેશ કર્યા છે.

જોકે બઢતી આપવાથી કર્મચારીઓમાં હરખની હેલી જોવા મળી છે. પરંતુ દોઢેક માસથી વધુ સમય થવા છતાં બઢતી સાથે બદલી કરેલા કર્મચારીઓને તેઓને છુટા કરવામાં જ આવ્યા નથી. આથી કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. જોકે કર્મચારીઓને છુટા જ કરવા નહી તો તેઓની હાલની જગ્યામાં જ બઢતી આપવી જોઇએ તેવી ચર્ચા કર્મચારીઓમાં જોવા મળી રહી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્રોના મલ્ટી પરપઝ હેલ્થ વર્કરોને બઢતીની સાથે બદલીનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...