તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની રેડ:રણાસણ ખાતેથી 19.78 લાખના દારૂ સહિત 26.99 લાખનો મુદ્દામાલ ઝબ્બે

ગાંધીનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દારૂના કટિંગ સમયે જ ડભોડા પોલીસની રેડ પડતાં નાસભાગ
 • એક આરોપી ઝડપાઈ ગયો , ડભોડા પોલીસે 3 વાહનો જપ્ત કર્યાં

ગાંધીનગર તાલુકાના રણાસણ ગામ પાસેથી 19.78 લાખનો દારૂ ઝડપાયો છે. અહીં બાલાપીર દરગાહની બાજુમાં આવેલ નાળીયામાં રાત્રીના સમયે દારૂનું કટિંગ ચાલતું હતું તે જ સમયે ડભોડા પોલીસે રેડ કરીને 26.98 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ બનાવથી આ વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય બૂટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

ડભોડા પોલીસ ડી સ્ટાફની ટીમ શુક્રવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ વિપુલકુમાર ઠાકોર તથા કોન્સ્ટેબલ મહોબતસિંહને દારૂના કટિંગની બાતમી મળી હતી.

જેના આધારે રણાસણ બાલાપીર દરગાહની બાજુમાં આવેલી નાળીયામાં રેડ કરી હતી. પોલીસને જોઈને આરોપીઓમાં નાસભાગ મચી હતી. જોકે રણાસણ ખાતે રહેતો રાહુલ નટુજી ઠાકોર (19 વર્ષ) ઝડપાઈ ગયો હતો. પોલીસે સ્થળ પર જોતા આઈસર ટ્રક, છોટાહાથી અને એક મોપેડ પડેલું હતું. જેને પગલે ત્રણેય વાહનોને ડભોડા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. પોલીસે છાટાહાથીમાં જોતા અંદર દારૂની 149 પેટી પડેલી હતી. જેમાં ચેક કરતાં અંદરથી અલગ-અલગ ત્રણ બ્રાન્ડની દારૂની કુલ 5112 બોટલો હતી, જેની કિંમત 8,17,200 થાય છે. આઈસર ટ્રકમાં પોલીસે ચેક કરતાં દારૂની 215 પેટી મળી હતી, જેમાં 11,61,600ની દારૂની 8076 બોટલ હતી. જ્યારે 24 પેટીમાંથી 14,400ના બીયરના 144 ટીન મળ્યા હતા. પોલીસે દારૂની કુલ 13044 બોટલ અને બીયરના 144 ટીન મળીને કુલ 19,78,800નો દારૂ જપ્ત કર્યો હતો.

7.20 લાખની કિંમતના 3 વાહન જપ્ત
પોલીસે ઘટના સ્થળેથી 2 લાખની કિંમતનું GJ-27-U-980 નંબરનું છોટાહાથી જેવું સાધન, પાંચ લાખની કિંમતનો GJ-01-DT-1213 નંબરનો બંધ બોડીનો ટ્રક તથા 20 હજારની કિંમતનું નંબર વગરનું મોપેડ ઝડપી પાડ્યું હતું. પોલીસે દારૂ અને વાહનો મળી કુલ 26,99,800ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મુખ્ય સૂત્રધાર વિપુલ ઠાકોર પલાયન
પોલીસે ઝડપાયેલા રાહુલ ઠાકોરનો ફોન ચેક કરતાં કોલ લોગને આધારે નંબર મળ્યો હતો. જે અંગે પૂછતાં તે રણાસણના વિપુલ રમેશજી ઠાકોરનો હોવાનું સામે આવ્યું હતું. દારૂનો જથ્થો વિપુલે બહારથી મંગાવ્યો હોવાનું તથાં પોતે તેનો માણસ હોવાની કબૂલાત ઝડપાયેલા યુવકે કરી હતી. જેને પગલે પોલીસે બંને સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરીને દારૂ ક્યાંથી લવાયો હતો અને અન્ય કોણ-કોણ તેમા સામેલ છે. તે દિશામાં તપાસ શરૂ કરી છે.આ બનાવથી આ વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય બૂટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો