તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી:મ્યુકરની બનાવટી દવાના ઉત્પાદન, વેચાણનું કૌભાંડ; તેલંગાણાનો ઉત્પાદક અમદાવાદ-સુરત મોકલતો હતો

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • CUVICON બ્રાન્ડની Posaconazole અને Oral Suspension નામની રૂ. 50.16 લાખ નકલી દવા જપ્ત

મ્યુકરમાઇકોસિસની બનાવટી દવાનું વેચાણ થતું હોવાની બાતમી રાજયના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી. જેના આધારે દરોડા પાડતા CUVICON બ્રાન્ડની Posaconazole Tablets અને Oral Suspension નામની રૂ. 50.16 લાખ કિંમતની બનાવટી દવા રંગે હાથ ઝડપી લીધી છે.

રાજ્યના આરોગ્ય વિભાગની તપાસમાં તેલંગણા રાજ્યના ઉત્પાદકે બનાવટી દવાનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ ચલાવતો હોવાનું અને અમદાવાદ તથા સુરતમાં સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું હોવાનું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર એચ.જી.કોશિયો જણાવ્યું હતું. મ્યુકરમાઇકોસીસની સારવારમાં ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરાતી દવા બનાવટી દવા CUVICON TABLETSના જથ્થામાંથી નમૂના તાત્કાલીક પૃથ્થકરણ માટે મોકલાયા હતા. આ દવા ગવર્મેન્‍ટ એનાલીસ્ટના તા. 6 જુલાઇ-2021થી બનાવટી જાહેર થયું છે. આ પછી પડાયેલા દરોડામાં આ દવાનો 1440 ટેબલેટનો જથ્થો કાયદેસરની કાર્યવાહી માટે જપ્ત કર્યો હતો.

તેલંગણાના હૈદ્રાબાદની મે. એસ્ટ્રા ઝેનીક્સ પ્રા. લી. દ્વારા ઉત્પાદીત CUVICON TABLETS (Posaconazole Gastro-Resistant Tablets 100 mg) અને CUVICON 40 mg / ml Oral Suspension 105 ml દવા કે જેનો 105 એમ.એલ.ની એક બોટલનો ભાવ રૂ. 20,500 છે તેવી શંકાસ્પદ દવાની બોટલોનું જથ્થો પકડયો છે.

અન્ય સમાચારો પણ છે...