તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મ્યુ. કમિશનરના ઘરેથી જ કચરો લેવાની ના પાડનાર ડ્રાઈવરને શાબાશી આપી!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામદારે કચરો ભેગો કરી દેતા કમિશનરે સમજાવ્યો

શહેરરમાં ભીના-સૂકા કચરાના વિવાદ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર ડૉ. ધવલ પટેલે નિયમની શરૂઆત પોતાના ઘરેથી કરાવી હોવાનું જાણવા મળ્યું છે. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઘટના પાંચેક દિવસ પહેલાંની છે. કચરો અલગ આપવામાંથી 4 દિવસની રાહત અપાયા પછી 23મીથી ફરીથી નિયમનું કડકાઈથી પાલન કરાયું હતું. દરમિયાન વીઆઈપી વિસ્તાર સેક્ટર-19માં કચરો લેવા માટે ગાડી પહોંચી હતી. એક બંગલોમાં ડ્રાઈવરે કચરો લેવાની ના પાડી દીધી હતી.

આ સમયે ડ્રાઈવર અને બંગલોના કામદાર વચ્ચે રકઝક ચાલતી હતી. દરમિયાન બંગલોમાંથી મ્યુનિસિપલ કમિશનર ડૉ. ધવલ પટેલ બહાર આવ્યા હતા. તેમને બહાર આવેલા જોઈને મ્યુનિસિપલ કમિશનર ધમકાવશે, એવો ડ્રાઈવરને ડર હતો પરંતુ તેમણે શાબાશી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...