તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલેરાનો કહેર:ગાંધીનગરના કલોલમાં કોલેરાના વધી રહેલા કેસની સાંસદ અમિત શાહે ગંભીર નોંધ લીધી, ઉચ્ચ અધિકારી પાસેથી સ્થિતિનો તાગ મેળવ્યો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલોલમાં અત્યાર સુધીમાં કોલેરાના કારણે 5 લોકોના મોત
  • અત્યાર સુધીમાં કોલેરાના 250 કરતા વધુ કેસ સામે આવ્યા

ગાંધીનગરનાં કોલેરાગ્રસ્ત કલોલ પૂર્વમાં ઝાડા ઉલ્ટી ના કેસોમાં નોંધ પાત્ર ઉછાળો આવ્યાની સાથે મૃત્યુ આંક પણ વધવા લાગ્યો હોવાની બાબતને ગંભીરતાથી લઈ લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવી અસરકારક કામગીરી કરવાના સૂચનો કર્યા હતા. જ્યારે આજે પણ કલોલ પૂર્વમાં દૂષિત પાણી આવ્યાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી હતી.

કલોલ રેલવે પૂર્વમાં દિનપ્રતિદિન ઝાડા ઉલ્ટીના કેસો માં નોંધપાત્ર ઉછાળો આવી રહ્યો છે. કલોલમાં ગત શુક્રવારથી ઝાડા ઉલ્ટીનો રોગચાળો ફેલાયો હતો. આ ગંભીર રોગચાળો જીવલેણ બન્યો હતો અને આ રોગચાળામાં બે બાળકો તથા એક યુવાનનું મોત નિપજ્યા બાદ આરોગ્ય વિભાગે ટેસ્ટ કરતા આ પાણીજન્ય રોગચાળો કોલેરાનો હોવાનું સામે આવ્યું હતું. કલોલ શહેરના રેલ્વે પૂર્વ વિસ્તારમાં આવેલાં શ્રેયસના છાપરાં, ત્રિકમનગર, જે.પી.ની લાટી, આંબેડકરનગર, દત્તનગર હરીકૃપા હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળ્યો હતો.

આવી સ્થિતિમાં કલોલ પૂર્વના વિસ્તારમાં આવેલી સિધ્ધાર્થ સોસાયટીમાં રહેતા 40 વર્ષિય મહિલાને પણ ઝાડા-ઉલ્ટી થયા હતા અને તેણી દવા લેવા માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા પરંતુ આ મહિલાને દવા અસર કરે તે પહેલા જ તેણીનું મોત નિપજ્યું હતું.કલોલમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે દિવસે ને દિવસે ગંભીર અને જીવલેણ બનતાં આ પાણીજન્ય રોગચાળાને કાબુમાં કરવા આરોગ્ય તંત્રએ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધર્યું છે.

અસરગ્રસ્ત વિસ્તારમાં ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ઝાડા ઉલ્ટીના 120 કેસ મળી આવતા 55 ટીમો દ્વારા કરવામાં આવેલાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં વધુ 130 કેસ પ્રકાશમાં આવ્યાં છે. જેમાંથી 17 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડયાં છે. ત્યારે આરોગ્ય ટીમ દ્વારા સુપર કલોરીનેશન કરવામાં આવી રહ્યું છે. હાઉસ ટુ હાઉસ સર્વે દરમિયાન 55 ટીમો દ્વારા 303 પાણીના નમૂનામાં કલોરીન ટેસ્ટ કર્યા હતા અને કુલ સાડા બાર હજારથી વધુ કલોરીનની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ત્રણ હજાર જેટલા ઓઆરએસના પડીકા આપવામાં આવ્યા હતા.

બીજી તરફ કોલેરા ગ્રસ્ત કલોલ ની સ્થિતિ ગંભીર જણાતા લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવી રોગને કાબૂમાં અસરકારક પગલાં ભરવા સૂચનો કર્યા હતા. ત્યારે આજે જિલ્લા કલેકટર દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારી પાસેથી કોલેરા રોક થામ માટેનો રિપોર્ટ માંગ્યો હતી. ઉપરાંત કલેકટરે જાતે જ કલોલ ની મુલાકાત લઈ રોગચાળા ને કાબુ માં લેવા માટે કરાતી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

ત્યારે આજે પણ કલોલ પૂર્વ માં દૂષિત પાણી આવ્યું હોવાની વ્યાપક ફરિયાદો મળતાં જિલ્લા કલેકટર દ્વારા સંબંધિત અધિકારી કર્મચારીઓને કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી. એક તરફ કલોલ પૂર્વમાં કોલેરા એ માથું ઊંચક્યું છે ત્યારે ગાંધીનગરનાં ધોળા કૂવાના ઠાકોર વાસ તેમજ દંતાણી વાસમાં પણ પાણી જન્ય રોગચાળો ફાટી નિકળ્યો છે. જેનાં કારણે અહીં પણ આરોગ્યની 15 ટીમ ધ્વારા સર્વે હાથ ધરી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં થી એકસાથે ઝાડા ઉલ્ટીના 25 જેટલા કેસો મળી આવતા કોર્પોરેશન તંત્ર ની 15 ટીમો દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરી અહીંની આંગણવાડીમાં ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત ગ્રામજનોને જરૂરી દવા તેમજ પાઉડર નું વિતરણ પણ શરૂ કરી દેવાયું છે. ઉપરાંત ૭૯૯ ઘરોમાં ઘરોમાં સર્વે કરીને 3764 વસતીને આવરીવસતીને આવરી લેવામાં આવી હતી. તેમજ અત્રેની ગટર અને પાણીની પાઈપલાઈન નું સમારકામ યુદ્ધનાં ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...