કોરોનાની અસર:મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સંક્રમિત થતાં વાઈબ્રન્ટ સમિટનો પ્રવાસ રદ કર્યો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાગ્રસ્ત પાંચ અધિકારીઓએ અન્ય અધિકારીઓની ચિંતા વધારી

વાઇબ્રન્ટ ગુજરાત સમિટને આડે હવે માંડ ચાર દિવસ રહ્યા છે અને તેમાં રાજ્યમાં વધતાં કોવિડ અને ઓમિક્રોન વેરિઅન્ટના કેસને કારણે ચિંતા વધી છે. તેમાંય મંગળવારે કોરોના પોઝિટીવ આવેલાં પાંચ સિનિયર અધિકારીઓએ અન્ય અધિકારીઓની ચિંતા વધારી દીધી છે. સંક્રમિત થયેલા આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલનો ચાર્જ બુધવારે આઇએએસ અધિકારી મુકેશ કુમારને સોંપાયો હતો.

દરમિયાન મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી વાઇબ્રન્ટ સમિટમાં અતિથિ તરીકે હાજર રહેવાના હતા, પરંતુ હવે તેઓ અને તેમના પત્ની કોરોના પોઝિટિવ આવતા તેમનો પ્રવાસ રદ્દ રહ્યો છે. આ દરમિયાન સરકાર સતત વાઇબ્રન્ટ સમિટને લઇને સમિક્ષા કરી રહી છે. મુખ્યમંત્રીએ બુધવારે એક બેઠક યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...