પોલીસ ગ્રેડ પે મામલો:સોશિયલ મીડિયા પર આંદોલન શરૂ, પોલીસ પરિવારના નામે પોસ્ટરો ફરતાં થયાં

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

પગાર સહિતની માગણીઓ લઈને તલાટીઓ અને ગ્રામ પંચાયતના હેલ્થ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, ત્યારે હવે પોલીસ વિભાગમાં પણ ગ્રેડ પેનો મુદ્દો ફરી ઉઠી રહ્યો છે.

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે સહિતની માગણીઓ પર આંદોલન કરવામા આવ્યું હતું. તે પછી ગૃહરાજ્ય મંત્રી દ્વારા તેમની માગણીઓ સંતોષવામા આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરંતુ હવે પોલીસ કર્મચારીઓની ધીરજ ખૂટી રહી છે. જેથી હવે પોલીસ પરિવારના નામે સોશિયલ મીડિયામાં સંદેશ ફરતા કરવામાં આવી રહ્યા છે. જેમાં કહ્યું છે કે, મરચંુ રોટલો ખાઇ લઇશંુ, પરંતુ ગુલામી કરવા નહીં મોકલીએ. ગ્રેડ પે નહીં તો વોટ નહીં, સરકાર 15 ઓગસ્ટ સુધીમાં પોલીસ પરિવારની માગણી સ્વીકારે તેવા વિવિધ મેસેજો શેર કરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...