આંદોલનનું રણશિંગું:ગાંધીનગરમાં આજે મંજૂરી વગર શિક્ષિત બેરોજગારોનું આંદોલન

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 4 SP,10 DySP, 40 PI સહિત 1500થી વધુ જવાનોનો સઘન બંદોબસ્ત, પોલીસ ગુનો નોંધવાની તૈયારીમાં
  • શહેરમાં પ્રવેશના મુખ્ય રસ્તાઓ પર બેરીકેટ્સ ગોઠવીને પોલીસ તૈનાત

કોરોના કહેર વચ્ચે ગાંધીનગરમાં આજે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગારો એકઠા થઈ આંદોલનનું રણશિંગુ ફૂકે તેમ છે. મોટા આંદોલનની શક્યતાને જોતા સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. જેને પગલે સત્યાગ્રહણ છાવણી તથા શહેરમાં 1500થી વધુ પોલીસ જવાનો ખડકી દેવાયા છે. મોટી સંખ્યામાં યુવાનો એકત્ર ન થઈ જાય તે માટે શહેરમાં પ્રવેશના મુખ્ય રસ્તાઓ પર બેરીકેટસ ગોઠવીને પોલીસ જવાનો ખડકી દેવાયા છે. આ સિવાય સત્યાગ્રણ છાવણી, સેન્ટ્ર વિસ્ટા ગાર્ડન, વિધાનસભા સહિતના વિસ્તારોમાં પણ બંદોબસ્ત વધારી દેવાયો છે.

3-4 વર્ષથી જાહેર કરાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રક્રિયા પુન: શરૂ કરાય
આંદોલનની શક્યતાને જોતા આજે 4 એસપી, 10 ડીવાયએસપી, 40 PI તથા 1500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. બંદોબસ્તની ફાળવણી અને તે માટેનું રિહર્સલ પણ રવિવારે આખો દિવસ ચાલ્યું હતુ. પોલીસ જવાનોને યુવાનો ઘર્ષણમાં ન ઉતરવા કહેવાયું છે. જોકે યુવાનો મંજૂરી વગર આંદોલન કરશે તો પોલીસે ગુનો નોંધાવા સુધીની તૈેયારી કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે ગાંધીનગર સહિત રાજ્યભરના શહેરોમાં ‘ગુજરાતનો બેરોજગાર યુવાન’  નામે આવેદન પત્રો અપાયા છે. જેમાં સરકારના વિવિધ વિભાગમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયા પુન: શરૂ કરવા માટે માંગ સરકાર સુધી પહોંચાડવા માંગ કરાઈ છે. યુવાનોની માંગ છે કે 3-4 વર્ષથી જાહેર કરાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રક્રિયા પુન: શરૂ કરાય.

ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ
બીજી તરફ જે ભરતીમાં માત્ર નિમણુંક આપવાની બાકી છે તેમને નિમણુંક, પરીક્ષા લેવાઈ ગઈ હોય તેની પરિણામ જાહેર કરવા, જાહેર થયેલી ભરતીની પરીક્ષાની તારીખ જાહેર કરવા, 1-8-2018ના જીઆરના કારણે ભરતી અટકાયેલી છે તો જીઆરનો બંધારણીય રીતે નિરાકરણ લાવવા માટે માંગણી કરાઈ છે. માંગણીઓને ગંભીરતા નહીં લેવાય કે ઝડપી ન્યાય નહીં મળે તો શિક્ષિત બેરોજગારો યુવાનો ગાંધીનગરમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...