તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમઓયુ:ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટી અને એસએસઆઇટી ભાટ સંસ્થા દ્વારા સંયુક્ત એમઓયુ કરવામાં આવ્યા

ગાંધીનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રમકડા સાથે વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ટેકનોલોજીના માધ્યમથી બાળકો સુધી પહોંચાડશે

ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને SSIT BHAT સંસ્થા દ્વારા સંયુક્ત એમઓયુમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ એમઓયુ અંતર્ગત બંને સંસ્થા પરસ્પર ટેકનોલોજી વિજ્ઞાન અને ભારતની અંદર આધુનિક ભારતમાં બાળકો માટેની વસ્તુઓને આધુનિક ઓપ આપી પ્રચાર-પ્રસાર કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે. બાળકો માટેની વસ્તુઓને ઇનોવેશન અને સ્ટાર્ટ અપ માટે ભારતના યુવાઓને તૈયાર કરી પીએમનું સ્વપ્ન લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરવામાં આવશે.

આજે વિશ્વની સ્પર્ધામાં ભારતના બાળકો તૈયાર થાય નાનપણથી જ વૈજ્ઞાનિક ગાણિતિક અને અદ્યોગિક સમજ રમત-રમતમાં કહેવાય તે માટેનું પ્લેટફોર્મ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામાં આવશે. આજની મહામારીમાં છેલ્લા એક વર્ષથી સ્ક્રીનનો વગર લાગી ગયું છે.

ત્યારે બંને સંસ્થાઓ દ્વારા એનિમેશનના માધ્યમથી અભ્યાસને સરળ અને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તથા ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં થતા બાળકના સંસ્કારો માટેના શોધ-સંશોધનમાં એસએસઆઈટી દ્વારા ટેક્નિકલ જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં આવશે. આ પ્લેટફોર્મથી એન્જિનિયર વિદ્યાર્થીઓને ભારતમાં ઇનોવેશન ક્ષેત્રે આત્મનિર્ભર થવાની બહોળી તક આપવામાં આવશે. ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ભવિષ્યમાં થનારા ટેક્નિકલ પાર્ટનર તરીકે સંસ્થા કાર્યરત રહેશે.

આ એમઓયુમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હર્ષદ શાહ તથા શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ભાટ ગાંધીનગરના ડિરેકટર પ્રોફેસર ધર્મેશ વન્દ્રા , પ્રિન્સિપાલ ડો. હિતેશ વન્દ્રા દ્વારા ભવિષ્યમાં રમકડા સાથે વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ટેકનોલોજીના માધ્યમથી બાળકો સુધી પહોંચાડશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો