તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:માતાએ ભૂખ જગાડવા માટે સ્વીમીંગમાં મૂકી અને કણભાની દીકરી ટોકીયો ઓલમ્પિક સુધી પહોંચી ગઈ

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માના રાજીવભાઈ પટેલ - Divya Bhaskar
માના રાજીવભાઈ પટેલ
  • માના માટે વતન કણભામાં બ્લેક બોર્ડ પર અભિનંદનના મેસેજ લખાયા
  • કણભા અને દશકોશી સમાજના યુવાવર્ગના સોશિયલ મીડિયામાં માના છવાઈ

ટોકિયો ઓલિમ્પિકમાં દેશને મેડલ અપાવવાના દ્રઢ નીર્ધાર તેમજ તનતોડ મહેનત કરનાર , ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર અમદાવાદની આંતરરાષ્ટ્રીય સ્વીમર માના રાજીવભાઈ પટેલ કરવાની છે. માના પટેલના મૂળ વતન દસકોઈ તાલુકાના કણભા ગામના સર્વ જ્ઞાતિજાતિના ગ્રામજનો ગૌરવ અનુભવી રહ્યા છે. સમગ્ર ગામમાં માના પટેલની જ વાતો ચર્ચાય રહી છે.

કણભા ગામના તેમજ સમાજના દરેક નવ યુવાઓ - યુવતીઓએ પોતાના સોશિયલ મીડિયા માના પટેલની તસ્વીરો મુકી તેને અભિનંદન આપી રહ્યા છે. માના રાજીવભાઈ પટેલે 8 વર્ષની ઉંમરે સ્વિમિંગની શરૂઆત કરી હતી .10 વર્ષની ઉંમરે પ્રોફેશનલ સ્વીમીંગ શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં સ્વિમિંગમાં 72 નેશનલ અને 25 ઇન્ટરનેશનલ મેડલ મેળવ્યા છે. સવારે અને સાંજે 2- 2 કલાક સ્વિમીંગ કરે છે તેમજ 1 કલાક જિમ અને ફિટનેસ અને ફિજીયો મેન્ટેન કરે છે.

અભ્યાસમાં પણ રેકોર્ડ
સ્વીમીંગમાં અનેક રેકોર્ડ સાથે મેડલો મેળવનાર માના ધોરણ 10મા 90 % ધોરણ 12 CBSE 82 % સાથે પાસ કરી હાલ બી.કોમના ત્રીજા વર્ષમાં અમદાવાદ કોલેજમાં અભ્યાસ કરી રહી છે.

માના ઓલ્પિકમાં મેડલ જીતવા માટે દરરોજ 5 કલાક મહેનત કરે છે
માના પટેલની સ્વીમીંગની શરૂઆત રસપ્રદ રહી છે જ્યારે માના પટેલ નાની હતી ત્યારે દુબળી- પાતળી હતી પૂરતો ખોરાક પણ લેતી ન હતી. આથી વધારે મહેનત કરે તો તેની ભુખ જાગે એવા આશયથી માતા આનલ પટેલે માનાને સમર સ્વીમીંગમાં મૂકી, ત્યારે હવે તે ઓલમ્પિક સુધી પહોંચી ગઈ મેડલ જીતવાન માટે રોજ 5 કલાક મહેનત કરે છે.

માતા ગર્વ સાથે કહે છે દીકરી દીકરો એક સમાન
ઓલમ્પિક માં સિલેક્ટ થતાં માતા ગર્વ અનુભવ છે અને માતા ગર્વ સાથે કહે છે કે માનએ સાબિત કરી બતાવ્યું છે કે દીકરો દીકરી એક સમાન છે આપણે દીકરીઓને મોકો આપવો જોઈએ માનાએ સાબિત કરી બતાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...