પુત્રની નજર સામે માતાનું મોત:ગાંધીનગરના ચ- 6 સર્કલ પાસે કારની ટક્કરથી બાઈક સવાર માતાનું મોત, પુત્ર ઇજાગ્રસ્ત

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વતન લોદ્રામાં સામાજિક પ્રસંગમાં હાજરી આપી માતા-પુત્ર બાઈક ઉપર અમદાવાદ જઈ રહ્યા હતા

ગાંધીનગરનાં મૂળ વતન લોદ્રામાં સામાજિક પ્રસંગમાં હાજરી આપીને આજે વહેલી સવારે પરત અમદાવાદ ઘરે જતી વખતે ચ-6 સર્કલ નજીક કારે ટક્કર મારતાં બાઈક સવાર માતાનું પુત્રની નજર સમક્ષ જ કરૂણ મોત નિપજતા સેકટર - 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના બાપુનગર ઘનશ્યામ નગર સોસાયટીમાં માતા પિતા સાથે રહેતાં પ્રકાશભાઈ રમેશભાઈ પટેલ અમદાવાદ ખાતે આઈટી કંપનીમાં નોકરી કરે છે. તેમના મૂળ વતન લોદ્રામાં સામાજિક પ્રસંગ હોવાથી ગઈકાલે પરિવારના તમામ સભ્યો ગામડે ગયા હતા. જ્યાં સામાજિક પ્રસંગ પૂર્ણ થઈ જતાં આજે વહેલી સવારે પ્રકાશ ભાઈ અને તેમની માતા ગીતાબેન બાઈક ઉપર પરત ઘરે જવા માટે રવાના થયા હતા.

સવારના છ વાગ્યાના અરસામાં ચ - 6 સર્કલ થી થોડાક આગળ સેક્ટર - 21 માં જવાના કટ પાસે એક કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં જ માં દીકરો ઉછળીને જમીન પર પટકાયા હતા. જેનાં કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી પ્રકાશભાઈની નજર સમક્ષ જ તેમની માતા ગીતાબેનનું મોત નીપજ્યું હતું.

આ અકસ્માત થતાં જ કારનો ડ્રાઇવર રોકાઈ ગયો હતો. ત્યારે ઈજાગ્રસ્ત પ્રકાશ ભાઈએ કારનો નંબર GJ-18AM-9608 હોવાનું માલુમ પડયું હતું. તેમની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...