પ્રિ-પ્રાઈમરી શરૂ:મોટા ભાગની સંસ્થાઓ સોમવારથી શરૂ કરશે

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓની સમંતિ લેવાની સાથે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરાશે

છેલ્લા 23 માસ પછી પ્રિ-પ્રાયમરી સ્કુલો ગુરૂવારે શરૂ કરવાની રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે. પરંતુ વાલીઓની મંજુરી લેવાની તેમજ કોવિડની ગાઇડ લાઇનનું કેવી રીતે પાલન કરીશું સહિતના મામલે અભ્યાસ કરીને મોટાભાગની પ્રિ-પ્રાયમરીને સોમવારથી શરૂ કરવામાં આવશે. કોરોનાની મહામારીને કારણે છેલ્લા 23 માસથી પ્રિ-પ્રાયમરી સ્કુલને ભુલકાઓ માટે બંધ રાખવામાં આવી હતી.

જોકે હાલમાં કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી જેવી સ્થિતિ બની રહી હોય તેમ ઘટતા જતા કોરોનાના કેસ પરથી લાગી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા શાળાઓને ખોલ્યા બાદ ગુરૂવારથી પ્રિ-પ્રાયમરી સ્કુલો શરૂ કરવનો આદેશ કર્યો છે. જોકે પ્રિ-પ્રાયમરીમાં ભુલકાંઓ આવતા હોવાથી તેઓના આરોગ્યની તકેદારી રાખવા માટે ખાસ કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવાની પ્રિ-પ્રાયમરી સ્કુલના સંચાલકોને સુચના આપી છે. ત્યારે ગુરૂવારથી શરૂ થનાર પ્રિ-પ્રાયમરી સ્કુલના સંચાલકોને પુછતા જણાવ્યું છે કે મોટાભાગના પ્રિ-પ્રાયમરી સ્કુલોને તારીખ 21મી, સોમવારના રોજ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યુ્ં છે.

પ્રિ-પ્રાયમરી સ્કુલ ચલાવતા અમુક સંચાલકોએ પોતાનું નામ નહી લખવાની શરતે જણાવ્યું છે કે હજુ એક વર્ષ સુધી પ્રિ-પ્રાયમરી સ્કુલ શરૂ કરવાની ઇચ્છા નથી. કેમ કે હજુ કોરોના નાબુદ થયો નહી હોવાથી એક વર્ષ પછી કેવી સ્થિતિ છે તેના આધારે પ્રિ-પ્રાયમરી સ્કુલ ખોલવી કે નહી તે નક્કી કરીશું.કોરોનાને ધ્યાનમાં રાખીને અમુક પ્રિ-પ્રાયમરીના સંચાલકો પોતાના કેમ્પસમાં જ ખાસ પ્રકારના શેડ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં જ ભુલકાંઓને બેસાડીને શિક્ષણ આપવામાં આવશે. કેમ કે ભુલકાંઓ હોવાથી રૂમમાં શિક્ષણ આપવું યોગ્ય નથી તેમ પ્રિ-પ્રાયમરી સ્કુલના સંચાલકોએ જણાવ્યું છે.તેથી હવે સોમવારથી પાટનગરમાં ભૂલકાઓની ચહલપહલ દેખાશે.

અન્ય સમાચારો પણ છે...