આજથી ઓફલાઇન શિક્ષણ:બાળકો શાળામાં આવે તેવું વાતાવરણ ઊભું કરવા પાટનગરની મોટાભાગની શાળાના સંચાલકો આતુર

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેક્ટર 23 ગુરુકુળની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સેક્ટર 23 ગુરુકુળની ફાઈલ તસવીર.
  • રાજ્યભરની ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓમાં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ
  • આજથી તમામ શાળા અને કોલેજોમાં શિક્ષણકાર્યનો આરંભ થઈ જશે

રાજ્યમા કોરોનાના કહેર બાદ શાળા કોલેજો બંધ કરીને ઓનલાઇન અભ્યાસ શરૂ કરાયો હતો. સમયાંતરે શાળાઓમા ઓફલાઇન શરૂ કરાયુ હતુ. પરંતુ ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરાઈ ન હતી. આજથી તમામ શાળા કોલેજોમા શિક્ષણકાર્ય શરૂ કરાશે.આ ઉપરાંત આજથી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પમ બીજા સત્રનો આરંભ થઈ રહ્યો છે.

રાજ્યના શિક્ષણમંત્રીએ જણાવ્યુ કે, આજથી ધોરણ 1થી 5ની શાળાઓમા પણ ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરાશે. ઓફલાઇન શિક્ષણ ફરજિયાત નથી. ઓફલાઇન શિક્ષણ કાર્ય માટે વાલીએ શાળામા બાળક મોકલવા માટે સંમતિ આપવી પડશે. જોકે, પાટનગરમા વાલીઓ દ્વારા પોતાના બાળકને શાળામા મોકલવા માટે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. બીજી તરફ કેટલાંક શાળા સંચાલકો જણાવે છે કે અમે બાળકો શાળામાં આવે તેવુ વાતાવરણ ઉભુ કરીશુ. જ્યારે બાલમંદિર અને આંગણવાડીના ભૂલકાઓને શિક્ષણ માટે આગામી સમયમા યોગ્ય નિર્ણય કરાશે. 20 મહિના પછી ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે. ગાંધીનગર જિલ્લામા પણ આજથી ધોરણ 5 સુધીની શાળાઓ ખોલાશે.

બીજી તરફ સરકાર દ્વારા કેટલીક એસઓપી નક્કી કરાઇ છે, તેનુ પાલન કરવાનુ રહેશે. ગાંધીનગર જિલ્લામા ધોરણ 1થી 5મા શહેર અને ગ્રામ્ય વિસ્તારના 1.35 લાખ બાળકો હાલમા અભ્યાસ કરી રહ્યા છે. રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરાયા હતા, જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી અપાઈ છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે. શાળામા વિદ્યાર્થી માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય વિદ્યાર્થી સાથે આપ-લે ન કરે, જ્યારે વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે.તેવી ખાસ સલાહ આપવામાં આવી છે.

2 વર્ષથી બાળકો ઓનલાઈન ભણે છે તેથી પ્રત્યક્ષ શિક્ષણ મળે તે અતિ જરૂરી
કોરોના કેસ નિયંત્રણમાં છે ત્યારે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય યોગ્ય છે, પરંતુ બાળકો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા હોવાથી શિક્ષણને વધતા ઓછા પ્રમાણમાં અસર થઈ છે. જેથી પ્રત્યક્ષ શિક્ષણ મળે તે જરૂરી છે. જો બાળકો વધારે ઓનલાઇન અભ્યાસ કરે તો તેમનામા શિક્ષણનો પાયો કાચો રહી શકે છે, જેને લઇને હુ મારા બાળકને શાળામા મોકલીશ . > જાગૃતિ મહેતા, વાલી

બાળકોની વેક્સિન આવ્યા બાદ જ હું મારા બાળકને શાળામાં મોકલીશ
પાટનગરમા અન્ય જિલ્લાઓની તુલનામા કેસની સંખ્યા ઓછી છે. જેમા વેક્સિનનો મોટો ફાળો છે. રસી લેનારા ઓછા સંક્રમિત થાય છે. ત્યારે શાળામા એક સાથે અનેક બાળકો આવશે. શાળા સંચાલકો દ્વારા પુરુતુ ધ્યાન અપાશે,પરંતુ ધોરણ 1થી 5ના બાળકો મોટાની તુલનામા પોતાને સાચવી શકે નહિ, પરિણામે હુ મારા બાળકને વેક્સિન આવ્યા બાદ શાળામા મોકલીશ તેમ જણાાવ્યુ હતુ. > જોલી પટેલ, વાલી

20 માસથી ધો 1થી 5ની શાળાઓ બંધ હતી અમે બાળકોને આવકારવા આતુર
કોરોનાના કારણે 20 મહિનાથી ધોરણ 1થી 5ની શાળાઓ બંધ હતી. ઓનલાઇન અભ્યાસ ચાલુ હતો. ત્યારે કેટલાક બાળકો પહેલા દિવસે આવશે, કેટલાક નહિ આવે. તેવા સમયમા કેટલા ભૂલકા શાળામા આવે છે, તે સંખ્યાના આધારે બેઠક વ્યવસ્થા ઉભી કરીશુ અને અમે તેમને આવકારવા આતુર છીએ. > રેનુ શેઠ, શાળા સંચાલક, એચ.બી.કાપડીયા સ્કૂલ, કલોલ

બાળકોને એક પખવાડિયા સુધી તમામ પ્રકારની છૂટ આપવામાં આવશે
ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. તેવા સમયે અમે પહેલા તો બાળક શાળામા આવતુ થાય તેને લઇને એક પખવાડીયા સુધી તમામ છુટ અપાશે. બાળકને વાતાવરણ અનૂકુળ થાય ત્યારબાદ શિક્ષણને રાબેતા મુજબ કરીશુ. જ્યારે ઓનલાઇન શિક્ષણ તો અપાશે જ. શાળામા સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા કરાશે. > ઉમંગ વસાણી, સંચાલક, ગુરૂકુલ સેક્ટર 23, એચ.બી.કાપડીયા સ્કૂલ, ગુરુકુળ સેક્ટર 23

અન્ય સમાચારો પણ છે...