બદલી:રાજ્યના મોટાભાગના PSIની અલગ અલગ શહેરોમાં બદલી, અમદાવાદમાં 5 PI મુકાયા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એમ.એમ જાડેજાની કચ્છ પૂર્વમાં બદલી
  • DGP શિવાનંદ ઝાએ રાજ્યના 51 PSI અને 20 PIની બદલી કરી

રાજ્યના 51 PSI અને 20 PIની રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ બદલી કરી છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એમ.એમ જાડેજાની કચ્છ પૂર્વમાં બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં નવા 5 PI મુકવામાં આવ્યા છે. અમદાવાદ વડોદરા, સુરતમાં મોટાભાગના PSIની અલગ અલગ શહેરોમાં બદલી કરવામાં આવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB), ઇન્ટેલિજન્સ અને સીઆઈડી ક્રાઈમ જેવી એજન્સીઓમાં ફરજ બજાવતા PIની હવે પોલીસ સ્ટેશનમાં નિમણુંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...