તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો મંગળવારે જાહેર થાય તેવી શક્યતા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોળી પહેલાં ધૂળેટી ના થાય તેને ધ્યાનમાં લઈ કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવાનું ટાળ્યું!

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં મોટાભાગના ઉમેદવારોના નામ નક્કી થયા છે. જોકે હોળી પહેલાં ધૂળેટી ના ઉજવાય જાય તે માટે બંને પક્ષોએ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા 30 માર્ચે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. કેટલાક વોર્ડમાં ભાજપના ઉમેદવારની સંભાવનાઓને જોતા છેલ્લે નામ જાહેર કરાય તેવી શક્યતા છે. 1 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ભાજપ દ્વારા 31 માર્ચે ઉમેદવારો જાહેર કર્યા વગર છૂટકો નથી. અમિત શાહના સંસદીય વિસ્તારથી ભાજપ દ્વારા વધુમાં વધુ બેઠકો મળે તે પ્રમાણે ઉમેદવારોની પસંદગી થઈ છે. તો કોંગ્રેસ દ્વારા પ્રયત્નો ચાલી રહ્યાં છે કે ઉમેદવારોની જાહેરાત પહેલાં જ ે નડતી જૂથબંધી ખાળી શકાય.

કોંગ્રેસ સેવાદળે છ વોર્ડમાં ટિકિટ માંગી
ગાંધીનગર શહેર કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ મુકેશ મારુએ ટિકિટ માટે દાવેદારોનું લીસ્ટ મોવડીમંડલને સોંપ્યું હતું. શહેર કોંગ્રેસ સેવાદળમાંથી શહેર મહિલા અધ્યક્ષા કપિલાબા ચાવડા તથા ધવલ પુરોહીતે વોર્ડ નં-6માંથી, પ્રકાશચંદ્ર રાઠોડ અને કનુભાઈ ગોસ્વામીએ વોર્ડ નં-4માંથી, ધવલ પુરોહિતે વોર્ડ નં-3માંથી, ઘનશ્યામભાઈ સોલંકીએ વોર્ડ નં-9માંથી દાવેદારી કરી છે.

પ્રમાણપત્રો લેવા માટે ઉમેદવારોની પડાપડી
બંને પક્ષ દ્વારા સંભવિત તમામ ઉમેદવારોને પોલીસ એનઓસી, ઘરમાં શૌચાલયનું પ્રમાણપત્ર, મિલકતવેરો બાકી નહીં હોવાનું પ્રમાણપત્ર, મતદાર યાદીમાં નામના પ્રમાણપત્ર મેળવવા દોડાદોડ કરી છે. જેમાં બંને પક્ષ અને અપક્ષો મળીને 500થી વધુ લોકોએ વિવિધ પ્રમાણપત્રો માટે અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો