તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:મનપા વિસ્તારની 37 સ્કૂલો અને 8 બાંધકામ સાઇટમાં મચ્છરોના પોરા મળ્યા

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 14 એકમોમાં મચ્છરોના પોરા મળી આવતાં મલેરિયા વિભાગ દ્વારા નોટિસ ફટકારાઈ

મનપા વિસ્તારમાં વાહકજન્ય રોગચાળો માથું ઊંચકે નહી તે માટે મલેરિયા વિભાગ દ્વારા 319038 મકાનોની મુલાકાતમાં 8957 ઘરોમાંથી મચ્છરોના લારવા મળી આવ્યા હતા. જ્યારે 170 બાંધકામ સાઇટમાંથી 8 સાઇટમાં અને 110 શાળાઓમાંથી 37 સ્કૂલોમાંથી મચ્છરોના લારવા મળતા નાશ કર્યો. એકાદ માસથી વાદળછાયા વાતાવરણ અને અટકી અટકીને પડતા ઝરમર વરસાદને પગલે વરસાદી પાણીનો ભરાવો થતાં તેમાં મચ્છરની ઉત્પત્તિ થાય નહી.

ઉપરાંત મનપા વિસ્તારમાં વાહકજન્ય રોગાચાળો નિયંત્રિત કહે તે માટે ગાંધીનગર મહાનગર પાલિકાના મેલેરીયા વિભાગ દ્વારા પોરાનાશકની કામગીરી હાથ ધરાઈ હતી. તેમાં ગત ઓગસ્ટે મનપા વિસ્તારના કુલ 319038 મકાનોની મુલાકાત લેતા તેમાંથી 8957 ઘરોમાંથી મચ્છરોના પોરા મળી આવતા તેનો નાશ કર્યો છે. ઉપરાંત મકાનોમાં રહેલા 492568 પાત્રોની ચકાસણી કરતા તેમાંથી 10634 પાત્રોમાંથી પોરા મળી આવતા લારવાનો નાશ કરીને દવાનો છંટકાવ કર્યો હતો.

જ્યારે કુલ 11703 ઘરોમાં ફોગિંંગની કામગીરી પણ કરાઈ હતી. મનપા વિસ્તારના જીઆઇડીસી વિસ્તારના કુલ 219 એકમોની તપાસ કરતા તેમાંથી 14 એકમોમાં મચ્છરોના પોરા મળી આવતા નોટિસ ફટકારવામાં આવી છે. મનપા વિસ્તારમાં આવેલી કુલ 170 બાંધકામ સાઇટમાં તપાસ કરતા કુલ 8 સાઇટમાં પોરા મળી આવતા નોટીસ ફટકારી છે. જોકે હાલમાં શાળાઓ ખુલી જતા કુલ-110 શાળાઓમાંથી પોરા મળતા તેને નાશ કરાયા છે. મનપા વિસ્તારમાંથી ગત જાન્યુઆરી-2021થી ઓગસ્ટ-2021 માસ સુધીમાં મલેરિયના કુલ-118 કેસ, ચીકનગુનિયાના 16 કેસ તેમજ ડેન્ગ્યુના 124 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...