હાલાકી:માર્ગ નંબર-6 પર બંને સાઇડ બનાવેલી RCCની વોટર લાઇનમાં મચ્છરનો ઉપદ્રવ

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણીનો નિકાલ ન થતાં મચ્છરની ઉત્પત્તિ માટે સોફ્ટ સ્થળ

નગરના માર્ગ નંબર-6ને સિક્સલેન બનાવ્યા બાદ રોડની બન્ને સાઇડ આરસીસીની વોટર લાઇન બનાવવામાં આવી છે. જોકે લાઇનમાંથી વરસાદી પાણીનો નિકાલ નહી થતાં મચ્છરોની ઉત્પત્તિ માટે હોટ સ્થળ બની રહેશે. આથી ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા જેવા રોગચાળો માથું ઉંચકશે તેવી ચિંતા આસપાસના સેક્ટરવાસીઓને કોરી ખાય છે.

રાજ્યના પાટનગરને સ્માર્ટ સીટી બનાવવા માટે વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. તેમાં નગરના મુખ્ય માર્ગો અને સેક્ટરોના આંતરિક માર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે. તેમાં નગરના માર્ગ નંબર-6ને સિક્સ લેન કરાયો છે. આથી રોડની બન્ને સાઇડ આરસીસીની વોટર લાઇન બનાવવામાં આવી છે. જોકે આ વોટર લાઇન ઉપર કવર કરવામાં આવ્યું નથી. આથી તાજેતરમાં પડેલા વરસાદનું પાણી આ આરસીસીની વોટર લાઇનમાં ભરાઇ ગયું છે. જોકે ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટેની કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી.

આથી વોટર કેનાલમાં ભરાયેલા વરસાદી પાણીમાં મચ્છરની ઉત્પત્તિ માટે સોફ્ટ સ્થળ બની ગયું છે. જોકે બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકરે નહી તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ તેમજ ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રોડની બન્ને સાઇડની આરસીસી વોટર લાઇનમાં ભરાયેલા પાણીને દુર કરવામાં નહી આવે તો મચ્છરજન્ય રોગચાળો રોડની બન્ને સાઇડના સેક્ટર-20, 21, 22, 23, 24, 25, 26, 26, 27, 28, 29, 30માં વકરશે તેવી ચિંતાથી સ્થાનિક લોકોની નિંદર હરામ બની છે.

અન્ય સમાચારો પણ છે...